Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતમાં ‘બાપા’ની પુણ્પતિથિના અનેરા આયોજનની આપી વિગતો

સંત શિરોમણી જલારામ બાપાની 14રમી પુણ્યતિથિ ની સૌ પ્રથમ ઉજવણી માટે રેલનગર રઘુવંશી મિત્ર મંડળ તડામાર તૈયારીઓ કરે છે. ‘અબતક’ ની મુલાકાતમાં રઘુવંશી મિત્ર મંડળના આગેવાનો જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા અને તેમની ટીમે કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે રઘુવંશી મિત્ર મંડળ (રેલનગર) દ્વારા અનેક વિધ સેવા, સેવાકીય પ્રવૃતિઓ તેમજ જલારામ જયંતિ વગેરે પ્રસંગોની ઉજવણી હળી મળીને કરવામાં આવે છે. આગામી તા. 15-2 ને બુધવારે સમગ્ર રઘુવંશી સમાજના આરાઘ્યદેવ સંત શિરોમણી જલારામ બાપાની 142મી પુણ્યતિથિ પ્રસંગે ઉજવણીના ભાગરુપે સંગીતમય સુંદરકાંડ પાઠનું 142 દિવડાની આરતી, મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

પુણ્યતિથિના દિવસે (તા. 1પ-ર) સાંજે 4 થી 6.30 સુધી સંગીતમય સુંદર કાંડ ત્યારબાદ જલરામ બાપાની મહાઆરતી અને રાત્રે 10 કલાક સુધી મહાપ્રસાદનું ં આયોજન શ્રી સુરેશ્ર્વર મહાદેવ મંદિર, ક્ષત્રીય સમાજ ભવન, પાણીના ટાંકા સામે, રેલનગર ખાતે યોજાયેલ છે. રઘુવંશી મિત્ર મંડળ (રેલનગર) દ્વારા રેલનગરમાં વસતા સર્વે જ્ઞાતિબંધુને આ કાર્યક્રમમાં ઉ5સ્થિત રહેવા હાજર અપાયું છે.

આ આયોજનમાં જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, હિતેશભાઇ અનડકટ, કલ્પેશભાઇ કોટેચા, રવિભાઇ માણેક, પરેશભાઇ જોબનપુત્રા, શુભમભાઇ રાઘુરા, સચીનભાઇ નથવાણી, કપીલભાઇ ગણાત્રા, અક્ષયભાઇ રાજવીર, જયદીપભાઇ સોઢા, નીતીનભાઇ ઉનડકટ, હરેશભાઇ છગ, મનહરભાઇ જોબનપુત્રા, કાર્યકરો મહીલા મંડળના સભ્યો કાજલબેન કોટેચા, પ્રતિભાબેન કકકડ, તૃપ્તિબેન સોઢા, ક્રિષ્નાબેન જોબનપુત્રા, મયુરીબેન ખીમાણી, સીમાબેન માણેક, ડીમ્પલબેન શીંગાળા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.