Abtak Media Google News

ર અને હયુન્ડાઈ કારના કાચમાં ધોકા મારી ફોડયા: આઠ સામે નોંધાતો ગુનો

રેલનગર વિસ્તારમાં આવેલા આસ્થા ચોકમાં થાર કાર સ્પીડમાં ચલાવવાના  પ્રશ્ર્ને પાડોશી વચ્ચે ઝઘડો   થતા સામસામે ધોકાથી  હુમલો કર્યાની અને બંને પક્ષે થાર અને હ્યુન્ડાઈ કારના કાચમાં ધોકા મારી  ફોડી નાખ્યાની પોલીસમાં સામસામે  ફરિયાદ નોંધાઈ છે.

આ  અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ  રેલનગરમાં આવેલા શિવાલય ચોકમાં શિવાલય એપાર્ટમેન્ટમાં પરમવીરસિંહ વિજયસિંહ  ઝાલાએ રેલનગર શેરી નં. 2માં રહેતા જયરાજસિંહ હરીસિંહ  જાડેજા,  સંજય સિંહ  જયંરાજસિંહ જાડેજા,  મયુરસિંહ જયરાજસિંંહ જાડેજા અને યુવરાજસિંહઅર્જુનસિંહ ઝાલાએ  થાર ગાડી અમારી શેરીમાં કેમ સ્પીડમાં ચલાવે છે તેમ કહી ધોકાથી મારમાર્યાની જી.જે.3 એમ.આર.  9897નંબરની થાર કારના કાચ ફોડી નાખી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જયારે  રેલનગર શેરી નં.2મા રહેતા  ઓટોબ્રોકર જયરાજસિંહ હરીસિંહ જાડેજાએ રેલનગરમાં  શિવાલય ચોકમાં રહેતા બેંક કર્મચારી પરમવીરસિંહ વિજયસિંહ ઝાલાને શેરીમાં થાર કાર સ્પીડમાં ન  ચલાવવા અંગે  સમજાવતા તે ઉશ્કેરાયો હતો અને તેની સાથેના ત્રણ અજાણ્યા  શખ્સોએ  એક સંપ કરી   સંજયસિંંહ જયરાજસિંહ જાડેજા પર હુમલો કરી  પોતાના જમાઈ યુવરાજસિંહ અર્જુનસિંહ ઝાલાની જી.જે.3 એલ.એસ. 1180નંબરની હ્યુન્ડાઈ  ઓશ કારના કાચ ફોડી નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવીછે.પ્ર.નગર એએસઆઈ કનુભાઈ માલવીયાએ  સામસામે ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.