Abtak Media Google News

જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ફરજ બજાવતા 14 પોલીસ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકેના પ્રમોશન અપાયા છે, જેથી પોલીસ બેડામાં હર્ષની લાગણી ફેલાઇ છે, અને તમામને અભિનંદન પાઠવાયા છે.  જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા આજે જામનગર જિલ્લાના અલગ અલગ પોલીસ મથકમાં ફાજ બજાવતા 14 જેટલા પોલીસ હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકેના પ્રમોશન આપતા ઓર્ડર કાઢ્યા છે. જેથી પોલીસ બેડામાં ખુશીની લહેર પ્રસરી છે.

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા રઘુવીરસિંહ નવલસિંહ પરમાર, ઉપરાંત હિતેશ ખોડુભાઇ ચાવડા, બળવંતસિંહ જીતુભા પરમાર, સંજયસિંહ ગોવુભા જાડેજા, જયેશદાન કસુદાન ગઢવી, નાનજીભાઈ તરસીભાઇ અઘેરા, કરણસિંહ ગોપાલસિંહ જાડેજા, મગનભાઈ હરજીભાઈ ચંદ્રપાલ, વિજયભાઈ છગનભાઈ હળવદિયા, શ્રીકાંતભાઈ સુનિલભાઈ દાતણીયા, મુકેશસિંહ જીલુભા રાણા, મોહનભાઈ નરવતભાઈ બારીયા, સુરૂભા ગોવુભા ચૌહાણ અને લખધીરસિંહ માવુભા જાડેજાને એ.એસ.આઈ. તરીકેના પ્રમોશન આપવામાં આવ્યા છે, જે તમામને અભિનંદનની વર્ષા થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.