Abtak Media Google News

આઇપીએસ હસમુખ પટેલના ફેક એકાઉન્ટ બાદ નવી એડવાઈઝરી જાહેર કરાઈ : સરકારી કમીઓનું ફેક પ્રોફાઈલ બનતું અટકાવવા એકાઉન્ટ લોક રાખવા સૂચન

આઇપીએસ અને એએસઆઇ સહિત અગણિત સરકારી અધિકારી- કર્મચારીઓના સોસિયલ મિડીયામા ફેંક એકાઉન્ટ, પ્રોફાઈલ બની રહ્યા છે. જેમાં ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ ઉપર રચાતા આવા એકાઉન્ટથી ઈમજને ધક્કો પહોંચાડવાથી લઈને, અટિત માંગણીઓ અને પૈસાની ડિમાન્ડ પણ થઈ રહી અને સમજને ગેરમાર્ગે દોરવામાં આવે છે. જેના પગલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સંભાળતા ડીજીપી ડો.શમશેર સિંઘે તમામ સરકારી અધિકારી- કર્મચારીઓ માટે બુધવારે એક એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં ફેક પ્રોફાઈલ કે એકાઉન્ટ રોકવા જેઓ સોસિયલ મિડિયામાં એકાઉન્ટ ધરાવે છે તેમને એ એકાઉન્ટ કે પ્રોફાઈલને વેરિફાઈ કરાવી બ્લુ ટીક મેળવવા સુચન કરવામાં આવ્યું છે.

તાજેતરમાં જ આઇપીએસ હસમુખ પટેલ, નિવૃત એસીએસ રાજીવ ગુપ્તા સહિત અને સનદી ઓફિસરોના ફેક એકાઉન્ટ રચીને તેના દુરપોયગના કિસ્સા બહાર આવ્યા છે. જેના પગલે ડીજીપી ડો.શમશેર સિંઘે એક એડવાઈઝરી જાહેર કરીને તમામ સરકારી અધિકારી- કર્મચારીઓને તેની ભલામણોનો અમલ કરવા સુચવ્યુ છે. આ એડવાઈઝરીમાં કહેવાયુ છે કે, જો એકાઉન્ટ કે પ્રોફાઈલ વેરીફાઈ કે બ્લુ ટીક સાથે હશે તો ફેંક એકાઉન્ટ કે પ્રોફાઈલની ઓળખ ઝડપથી થશે. જેઓ સોસિયલ મિડિયામાં એકાઉન્ટ ધરાવે છે તેઓ જે તે પ્લેટફોર્મ પરની પ્રોફાઈલ કે એકાઉન્ટને લોક રાખે. જાહેરમાં અર્થાત પબ્લિક જોઈ શકે તેમ ન રાખતા ઓનલી ફ્રેન્ડ જોઈ શકે તે પ્રકારના પ્રાઈવસી સેટિંગમાં રાખે.

ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વિકારતા પુર્વે તે મોકલનારની પ્રોફાઈલ કે એકાઉન્ટની ચકાસણી કરે. પ્લેટફોર્મ પરના એકાઉન્ટ કે પ્રોફાઈલના પાસવર્ડ સ્ટ્રોગ રાખવા અને સમયાંતરે તેમાં બદલાવ કર્યા કરવુ. આવા તમામ એકાઉન્ટના ટુ ફેક્ટર ઓથોરાઈઝેશન રાખવા અને અલગ અલગ એકાઉન્ટના પાસવર્ડ એક સમાન રાખવા નહી.આવા એકાઉન્ટને પબ્લિક કે અનપ્રોટેક્ટેડ ડિવાઈસમાંથી લોગ ઈન કરવાનું ટાળવુ જોઈએ. તેમ આવી અનેક સુચનનો અમલ કરાવવા તમામ જિલ્લા અને મહાનગરોના પોલીસ વડાઓ માટે એડવાઈઝરી જાહેર કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.