Abtak Media Google News

ગુજરાતની લોકસભાની તમામ ર6 બેઠકો પાંચ લાખથી વધુ મતોની લીડ સાથે જીતવાનો ટારગેટ સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સેટ કરવામાં આવ્યો છે. જેને હાંસલ કરવા માટે વિધાનસભાની ચુંટણીના પરિણામો બાદ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. બુથ મજબુત કરવાની કામગીરી પુરજોશમાં ચાલી બનાવવાનો  નિર્ણય લેવામાં આવ્યો હોવાના કારણે પ્રદિપસિંહ વાઘેલા અને સાંસદ વિનોદભાઇ ચાવડાને મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ બન્ને નેતાઓ પોતાને મળેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પ્રદિપસિંહ વાઘેલા પાસેથી રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. આ પહેલા અન્ય એક મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ રાજીનામુ લઇ લેવામાં આવ્યું હતું. સાંસદ વિનોદભાઇ ચાવડાનું પણ રાજીનામુ લઇ લેવાયાની ચર્ચા ચાલી રહી છે. પરંતુ તે વાત હજી સુધી બહાર આવી હતી.

પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો.ભરત બોધરાને મહામંત્રી બનાવી સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો સોંપવાની ગણતરી

પ્રદેશ ભાજપના સફળ સુકાની સી.આર. પાટીલ  આગામી દિવસોમાં નવી ટીમ જાહેર કરે તેવું લાગી રહ્યું છે. જેમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ભાર્ગવ ભટ્ટ અને પ્રદિપસિંહ વાઘેલાના રાજીનામાના કારણે ખાલી પડેલી બે બેઠકો ભરી રહી છે. પેજ સમિતિના પ્રમુખોની પણ વરણી કરી દેવામાં આવી છે હવે ચુંટણીના આડે માત્ર છ મહિનાનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે ભાજપ દ્વારા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ દિવાળી પહેલા ભરી દેવા ધમધમાટ શરુ કરી દેવામાં આવ્યો છે. પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરાને પ્રમોશન આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. તેઓને ઉપાઘ્યક્ષમાંથી મહામંત્રી બનાવી સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો સોંપી દેવામાં આવશે.

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન માળખામાં એક પ્રમુખ, સંગઠન મહામંત્રી સહિત પાંચ મહામંત્રી, દશ ઉપપ્રમુખ અને દશ મંત્રી, એક કોષાઘ્યક્ષ, એક સહ કોષાઘ્યક્ષ, અને એક કાર્યાલય મંત્રીની જગ્યા છે. લોકસભાની ચુંટણી પૂર્વ સંગઠન માળખાને વધુ મજબુત બનાવવા માટે ટૂંક સમયમાં જ સંગઠનમાં ખાલી રહેલી જગ્યાઓ પુરી દેવામાં આવશે. પ્રદેશના સંગઠનમાં બે યુવા ચહેરાને મહામંત્રી દેવામાં આવશે. આ ઉપરાંત સાંસદ વિનોદભાઇ ચાવડાને પણ સંગઠનની જવાબદારીમાંથી મૂકત કરી દેવામાં આવશે. પ્રદેશ ઉપાઘ્યક્ષ તરીકે ડો. ભરત બોધરાની કામગીરી ખુબ જ સારી રહી છે. આ બાબતને ઘ્યાનમાં રાખી તેઓને સંગઠનમાં પ્રમોશન  આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. તેઓને પ્રદેશ ઉપાઘ્યક્ષમાંથી મહામંત્રી બનાવવામાં આવશે. સાથો સાથ સૌરાષ્ટ્ર ઝોનનો હવાલો પણ સોંપી દેવામાં આવશે તેવું લાગી રહ્યું છે. જ આ ઉપરાંત સંગઠન માળખામાં મંત્રીની પણ બે જગ્યાઓ ખાલી પડી છે જેને પુરી દેવામાં આવશે.

રાજકોટના પૂર્વ મેયર બિનાબેન આચાર્ય હાલ પ્રદેશ ભાજપમાં સંગઠન માળખામાં મંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. તેઓને આ જવાબદારીમાંથી મુકત કરી દેવામાં આવે તેવી પ્રબળ શકયતા જણાય રહી છે. દિવાળીના તહેવાર પહેલા જ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા સંગઠનની નવી ટીમ જાહેર કરી દેવામાં આવે તેવું હાલના સંજોગો જોતા લાગી રહ્યું છે.

સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીને ચાલુ જ રાખવામાં આવશે. જયારે કાર્યાલયના ઇન્ચાર્જ રજનીભાઇ પટેલને પણ યથાવત રાખવામાં આવશે. બહુ મોટો ફેરફારની સંભાવના નહિવત છે પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવશે તે નકકી છે.

સંગઠનમાં  દશ વર્ષ કાળી મજુરી કરનારને જ  બોર્ડ – નિગમમાં લેવાશે

લોકસભાની ચૂંટણી પહેલા આગેવાનો અને કાર્યકરોને સાચવી લેવા તથા જ્ઞાતિના સમિકરણોના સોગઠા ગોઠવવા માટે સતાધારી પક્ષ ભાજપ  દ્વારા બોર્ડ નિગમમાં ચેરમેન વાઈસ ચેરમેન અને ડિરેકટરોની નિમણુંક કરી દેવામાં આવે તેવી સંભાવના હાલ વર્તાય  રહી છે. સંગઠનને મજબુત બનાવવા માટે છેલ્લા એક દશકાથી કાળી મજુરી કરનાર ભાજપના વફાદાર સૈનિકોને બોર્ડ નિગમમાં સ્થાન  આપવામાં આવશે. તે વાત નિશ્ર્ચિત છે.બોર્ડ નિગમમાં વરણી માટે વિધાનસભાની ચૂંટણી બાદ તુરંત પ્રદેશ ભાજપ દ્વારા તમામ  જિલ્લા અને  આઠેય મહાનગરોમાંથી સિનિયર આગેવાનોના  નામ મંગાવી લેવામાં  આવ્યા હતા જેના પર  ચારણો મારી નામો પણ લગભગ ફાઈનલ કરી દેવામાં આવ્યા છે.દિલ્હી દરબારમાંથી પણ મંજુરીની મહોર લાગી ગઈ છે. પરંતુ અમૂક નામોને લઈ જોડી અસમંજસ હોવાના કારણે બોર્ડ નિગમના ચેરમેન-વાઈસ ચેરમેન કે સભ્યોના નામો જાહેર કરવામાં આવતા નથી હવે  ગમે ત્યારે બોર્ડ  નિગમમાં નિમણુંક કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.