Abtak Media Google News

સોજીત્રાના ધારાસભ્ય વિપુલ પટેલ મુકશે પ્રસ્તાવ : બીબીસી ગુજરાતીને અસર થશે કે કેમ? સૌની મીટ

ગુજરાત વિધાનસભામાં બીબીસી વિરુદ્ધ ઠરાવ રજૂ કરવામાં આવશે. જેમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિપુલ પટેલે ગુજરાત રમખાણોની હકીકતો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. બીબીસી ડોક્યુમેન્ટરી સામેના પ્રસ્તાવ પર હવે શુક્રવારે ચર્ચા કરવામાં આવશે.

વિપુલ પટેલે બીબીસીની ડોક્યુમેન્ટરીને બનાવટી ગણાવી કડક કાર્યવાહીની માંગ કરી છે. પટેલે બીબીસી પર 2002ના ગોધરા રમખાણો માટે તત્કાલિન રાજ્ય સરકારને દોષી ઠેરવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. દરખાસ્ત મુજબ, બીબીસી ડોક્યુમેન્ટરીએ ભારતની વૈશ્વિક છબીને ખરાબ કરવાનો નિમ્ન સ્તરનો પ્રયાસ છે.

મંગળવારે વિધાનસભા સચિવાલય દ્વારા શેર કરાયેલા ઠરાવ અનુસાર, ભારત એક લોકશાહી દેશ છે અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તેના બંધારણના મૂળમાં છે, પરંતુ તેનો અર્થ એ નથી કે મીડિયા સંસ્થા આવી સ્વતંત્રતાનો દુરુપયોગ કરી શકે છે. બ્રિટિશ બ્રોડકાસિ્ંટગ કોર્પોરેશન (બીબીસી) ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન’ બે ભાગમાં છે, જે 2002ના ગુજરાત રમખાણો સાથે સંબંધિત કેટલાક પાસાઓની તપાસ પર આધારિત હોવાનો દાવો કરે છે. ગુજરાત રમખાણો સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિપુલ પટેલ ગુજરાત વિધાનસભામાં 2002 ના ગુજરાત રમખાણો પર બનાવટી ડોક્યુમેન્ટરી ચલાવવા બદલ બ્રિટિશ બ્રોડકાસિ્ંટગ કોર્પોરેશન (બીબીસી) સામે કડક પગલાં ની માંગણી કરવા માટે એક ઠરાવ લાવવાની તૈયારીમાં છે. પટેલ, આણંદ જિલ્લાના સોજિત્રા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય, 10 માર્ચે ગૃહની બીજી બેઠકમાં ખાનગી સભ્યની દરખાસ્ત રજૂ કરે તેવી અપેક્ષા છે.

કાલે રજૂ કરવામાં આવનાર ઠરાવમાં જણાવાયું છે કે, ગુજરાત વિધાનસભાએ ભારત સરકારને બનાવટી બીબીસી ડોક્યુમેન્ટરી સામે કડક પગલાં લેવા વિનંતી કરવી જોઈએ. તેઓ જણાવે છે કે બીબીસી ભારત સરકાર અને દેશ વિરુદ્ધ છુપાયેલા એજન્ડા સાથે કામ કરી રહ્યું છે.

ઠરાવમાં નિર્દેશ કરવામાં આવ્યો કે, ગુજરાત વિધાનસભામાં કમિશનના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે તેને રાજ્ય સરકાર અથવા કોઈપણ ધાર્મિક અથવા રાજકીય સંગઠને કોમી રમખાણોમાં ભૂમિકા ભજવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. તેમાં ઉમેર્યું હતું કે, સુપ્રિમ કોર્ટે પણ રાજ્ય સરકારની કોઈપણ સંડોવણીનો ભારપૂર્વક ઇનકાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.