Abtak Media Google News
  • વિધાનસભામાં  પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રી મુકેશભાઈ પટેલે ઉત્તર આપતા કહ્યું હતું કે અભ્યારણ્યની ગત એક વર્ષમાં 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી: 6,497 વિદેશી પ્રવાસીઓ લીધી મુલાકાત

ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે ગુજરાત  સરકાર સતત પ્રયત્નશીલ છે.ત્યારે ગીર અભયારણ્યની ગત એક વર્ષમાં 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાં  6,497 વિદેશી પ્રવાસીઓ એ ગીર અભ્યારણ્ય ની મુલાકાત લીધી હતી.ત્યારે વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી  મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

Advertisement
The Government Is Determined To Preserve And Protect The Jewel Of Gujarat, The Asiatic Lion
The Government is determined to preserve and protect the jewel of Gujarat, the Asiatic Lion

વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રી મુકેશભાઈ પટેલે ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે 1,93,415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 1,86,918 ભારતીય અને 6,497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂ. 4,92,00,350ની આવક થઇ છે.તેમણે ઉમેર્યું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓ ની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion. gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે.

આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે. જેમાં મુલાકાત તારીખથી 10 દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો 75% રકમ, 5 દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો 50% રકમ, 2 દિવસ પહેલા બુકીંગ કેન્સલ કરાવે તો 25% રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકીંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.