Abtak Media Google News

દિલ્હી સંસદ ભવનની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી સાંસદો સાથે શુભેચ્છા મુલાકાત કરતા ભુપત બોદર

ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યુંં છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી  નરેન્દ્ર ભાઈ મોદી એ ગ્રામીણ વિકાસનો એક નવો ખ્યાલ દેશ અને વિશ્વ સમક્ષ મૂક્યો છે ત્યારે વ્યક્તિ ગામ અને વિસ્તારના સમાંતર વિકાસ દ્વારા જ સર્વાંગી ગ્રામીણ વિકાસ શક્ય છે ત્યારે મંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રદેશ અધ્યક્ષ   સી આર પાટીલ ના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા સમન્વિત ગ્રામીણ વિકાસના મહત્વને સમજીને, ગ્રામ્ય જીવનને વધુ સારું બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અને આવા સતત પ્રયાસોના સારા પરિણામો પ્રાપ્ત થયા છે. ગુજરાત વિકાસ મોડલ નો આધાર “જન ભાગીદારી” છે, કે જે એના વાક્ય “સૌનો સાથ સૌનો વિકાસ” માં પ્રતિબિંબિત થાય છે.ગ્રામ્ય વિકાસ ની જે ગાથાઓ ગુજરાતમાંથી ઉદભવી રહી છે એ બતાવે છે કે રાજ્ય સરકાર આ મોડેલ દ્વારા લોકોના જીવનધોરણને ઉંચુ લાવી રહી છે

ત્યારે દરેક વ્યક્તિને સમૃદ્ધિ તરફ લઈ જવા અને દરેક ગામને આત્મ નિર્ભર બનાવી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતની મુહીમને વધુ મજબૂત બનાવવાના ધ્યેય સાથે ગુજરાત પંચાયત પરિષદના હોદ્દેદારો અને તમામ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીઓ ની દિલ્હી ખાતે અખિલ ભારતીય પંચાયત પરિષદની અને સાથો સાથ દિલ્હી ખાતે સંસદ ભવન ની મુલાકાત યોજાઈ હતી.

આ તકે ગુજરાત પંચાયત પરિષદના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખઓએ દીલ્હી ખાતે ની સંસદ ભવનની મુલાકાત દરમ્યાન વૈશ્વિક નેતા અને આત્મનિર્ભર ભારતના પ્રણેતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત ભાજપના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત દરમ્યાન પંચાયતી રાજ લગત માર્ગદર્શન મેળવ્યું.પંચાયતીરાજ લગત ઉપયોગી માર્ગદર્શન મેળવેલ હતું જેમાં ભૌતિક અને માનવીય સાધનોનો વધુ સારો ઉપયોગ કરી ગ્રામ પ્રજાનાં અને સવિશેષ તો ગરીબો અને છેવાડાના માનવી ની આવક તેમજ જીવનધોરણ સુધારવાનો અને વિકાસકાર્યમાં તેઓને અસરકારક રીતે સામેલ કરવા માટેની વ્યૂહરચના, નીતિ અને પરિયોજનાઓ થકી ગ્રામીણ વિકાસને વઘુ વેગ આપવા અંતર્ગત વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ.

તેમજ ગુજરાત પંચાયત પરિષદના હોદ્દેદારો તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ ઓએ દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાત દરમ્યાન કેન્દ્રીય મંત્રી   અનુરાગ ઠાકુર સહિતના કેન્દ્રીય મંત્રી ઓ તથા ભોજપુરી ફિલ્મ સ્ટાર અને ગોરખપુર લોકસભા બેઠક ના સાંસદ  રવિ કિશનજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમજ સાંસદ   રમેશભાઈ ધડુક,  મોહન ભાઇ કુંડારિયા અને   પૂનમબેન માડમ ના દિલ્હી સ્થિત નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત અને ભોજન દરમ્યાન કેન્દ્રીય મંત્રી ઓ દર્શનાબેન જરદોસ,  પુરુષોત્તમભાઈ રૂપાલા,  દેવસિંહ ચૌહાણ અને ડો.કિરીટભાઈ સોલંકી ,  મિતેશભાઈ પટેલ,   પ્રભુ વસાવા,  મહેન્દ્રસિંહ ચૌહાણ સહિત ના સાંસદ  ઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન દિલ્હી ખાતે પંચાયત પરિષદ ના પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતનાપ્રમુખ નયનાબેન પટેલ, ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર તેમજ વલસાડ જિલ્લા પંચાયતના અલ્કાબેન એચ. શેઠ, જી.પી.પી.પી.ના સેક્રેટરી ભરતભાઈ ગાજીપરા, નર્મદાના પિયુષાબેન એલ. વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ એન. પટેલ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન વી. મકવાણા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશી ભાઈ ચનીયારા, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામીનીબેન જી. સોલંકી, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન બી. વાઘેલા, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલ. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન કે. પટેલ,તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઈ વસાવા, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગલભાઈ પટેલ,છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન જે મોવલીયા, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાન્તાબેન ખટારીયા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બી. વાજા, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ રમીલાબેન કે. ડામોર સહિતના રાજ્યના જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા.

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.