અબતકની મુલાકાતમાં ફ્યુચર સ્ટાર સ્પોર્ટ ક્લબના સભ્યોએ બે દિવસીય સ્પર્ધાઓનો આપ્યો ચિતાર
રાજકોટની શિક્ષણ અને આરોગ્ય પ્રત્યે જાગૃત જનતા માટે ફ્યુચર સ્ટાર સ્પોર્ટ ક્લબ દ્વારા આઠમી એપ્રિલે ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશિપ અને નવમી એપ્રિલે ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશિપ નું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે અબ તકની મુલાકાતમાં આવેલા કેવલ ભાઈ રાઠોડ ,દિવ્યરાજસિંહ જાડેજા, જીગ્નેશભાઈ રામાવત ,અંકિતભાઈ સાવલિયા, મોહમ્મદભાઈ ઈન્દોર વાલા, મોહિતભાઈ કંડોલીયા, જીગ્નેશભાઈઅમરેલીયા, ધનંજયભાઈ ચતુર્વેદી, કેતનભાઇ ત્રિવેદી, રીતેશભાઈ પટેલ, નિલેશભાઈ રાજપુત, હર્ષભાઈ પુજારા એ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે તારીખ 8 અને 9 એપ્રિલે યોજનારી આ સ્પર્ધામાં બોડી બિલ્ડિંગમાં સૌરાષ્ટ્ર ટાઇટલ જીતનારને રૂપિયા એક લાખ ના રોકડ પુરસ્કારનું ઇનામ અપાસે અને આ સ્પર્ધા ઓ મા રાષ્ટ્રીય કક્ષાના કોચ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે સ્પર્ધા ની વિગતો આપતા જણાવ્યું હતું કે
સૌરાષ્ટ્રની રમત – ગમત પ્રિય જનતા માટે અગામી તારીખ 8-04-23 શનીવાર ના રોજ એક ભવ્ય સ્કેટીંગ સ્પર્ધા નુ આયોજન ધ ફ્યુચર સ્ટાર સ્પોર્ટ કલબ દ્વારા ઇન્ડોર સ્ટેડીયમ સ્કેટીંગ રીંગ ખાતે યોજાશે ઓપન સૌરાષ્ટ્ર સ્કેટિંગ ચેમ્પિયનશીપ -23 તથા 9 મી એપ્રિલ 2023 ના રોજ રવિવાર એ ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ ચેમ્પિયનશીપ -23 કવિશ્રી, રમેશ પારેખ રંગમંચ રેસકોર્ષ ખાતે રહેશે, જેમાં રાજકોટ તથા રાજકોટથી બહારના પણ ખેલાડી બહેનો ભાગ લેવા આવશે.
વિવિધ એઈજ ગ્રુપમાં સ્કેટિંગ સ્પર્ધામાં એઈજ ગ્રુપ 1. 5 વર્ષ થી 7 વર્ષ 2. 8 વર્ષ થી 10 વર્ષ 3. 11 વર્ષ થી 13 વર્ષ 4. 14 વર્ષ થી 16 વર્ષ 5. 16 વર્ષ થી ઉપરના ખેલાડી ભાઈ તથા બહેનો માટે ઇનલાઇન, ક્વોડ, ટેનસીટી ની 500 મીટર તથા 1000 મીટરની સ્પર્ધા રહેશે . દરેક ખેલાડી કોઈપણ બે સ્પર્ધા માં ભાગ લઈ શકશે.હર્ષભાઈ પુજારા મો . 8849066752 પર સંપર્ક કરવાનો રહેશે. જેમાં દરેક એઈજ ગ્રુપમાં પ્રથમને 1500/- દ્વિતીયને 1000 / – તૃતીયને 500 / – રોકડ પુરસ્કાર તથા મેડલ સર્ટીફીકેટ આપવામાં આવશે.ઓપન સૌરાષ્ટ્ર બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં અલગ અલગ કુલ આઠ કેટેગીરીમાં રહેશે, જેમાં 1. 55 કિલો થી અંદર 2. પ6 કિલો થી 60 કિલો 3. 61 કિલો થી 65 કિલો 4. 66 કિલો થી 70 કિલો 5. 71 કિલો થી 75 કિલો 6. 76 કિલો થી 80 કિલો 7. 80 કિલો ઘી ઉપર 8 ઓપન મેન ફીઝીક્સ મુજબ આઠ કેટેગરી માં રહેશે જેમાં દરેક કેટેગીરી પ્રથમ, દ્વિતીય , તૃતીય રોકડ પુરસ્કાર તથા મેડલ સર્ટીફીકેટ ટ્રોફી આપવામાં આવશે . દરેક ખેલાડી ફોમ ભરતી વખતે કોઇપણ એક જન્મ તારીખ નો પુરાવો આપવાનો રહેશે . બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં માટે કોચ કેતનભાઈ ત્રિવેદી મો . 98981 00040 પર સંપર્ક કરવા જણાવાયું છે.બંને સ્પર્ધામાં પેલો બીજો તથા ત્રીજો નંબર આપવામાં આવશે. તથા તેને મેડલ સર્ટીફીકેટ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે.