Abtak Media Google News

શિયાળામાં નહાવાનું નામ પડતા જ લોકો પીછે હઠ કરી દેતા હોય છે. માટે પરસેવાની દુર્ગધ દૂર કરવા બુલ્ગારિયાની એક કં૫નીએ એક ટોફી બનાવી છે. જે ખાધા બાદ લોકોને ડિયો લગાડવાની જરુર પડશે નહિં.

Advertisement

કઇ રીતે ટોફી કામ કરશે ?

– કંપનીની અનુસાર ડિયો પરફ્યુમ કૈંડી નામની આ ટોફીને ખાવાથી શરીરમાં ગંધ આવતી નથી આ ટોફી જાપાની કં૫નીઓની શોધ છે, આ પરિક્ષણમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે રોજ શરીરમાં ઓઇલના તત્વ જેરાનોલ શરીરમાં વિભાજીત થતા નથી અને ત્વચાના માધ્યમથી બહાર નીકળે છે.

દાખલા તરીકે. લસણ ખાવાથી પરસેવામાં દુર્ગધ આવે છે. પરંતુ જેરાનોલ શરીરમાં પ્રસરતુ નથી અને ત્વચાના માધ્યમથી શરીરની બહાર આવી જાય છે. પરંતુ આ ટોફી ખાવાથી ઓઇલ શરીરના છીદ્રોથી બહાર આવે છે. પરંતુ શરીરની ગંધને બદબુદાર બનાવવાને બદલે સુગંધીત બનાવે છે.

આ ટોફીને ચાવવાથી તમે હવે નહાયા વગર પણ મહેકી ઉઠશે. ખાસ વાત તો એ છે કે  આ ટોફી સુગર ફ્રી બનાવવામાં આવી છે. આ ટોફી અમેરિકા, એશિયા અને યુરોપના ઘણાં દેશોમાં વેચાય છે. એક ટોફીની કિંમત પાંચ યુરો મતલબ ૩૮૦ રુપિયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.