Abtak Media Google News

યુવતીના ફોટો વાયરલ કરી  પરિવારને મારી નાખવાની ધમકી આપતા નોંધાતો ગુનો

જૂનાગઢની યુવતીને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી, એક યુવકે યુવતીને અમદાવાદ ખાતે લઇ જઇ,  શારિરીક અડપલા અને છેડતી કરી હતી, પરંતુ યુવતીએ યુવકનું ધાર્યું ન કરતા યુવકે યુવતી તથા તેના પરીવારને મારી નાખાવની તથા યુવતીના મોબાઇલ ફોનના ચેટ તથા ફોટા વાયલર કરવાની ધમકી આપી હોવાની એક ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

Advertisement

શહેરના મધુરમ કર્મચારી નગર – 2 માં રહેતી એક 18 વર્ષીય યુવતીને પ્રેમ જાળમા ફસાવી, જૂનાગઢના ધરારનગરમાં રહેતા અનવર સુલેમાનભાઈ હાલા એ લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે લઇ ગયેલ અને અમદાવાદ ખાતે લઇ જઇ યુવતીની સાથે શારિરીક અડપલા અને યુવતીની છેડતી કરી હતી, ત્યારે યુવતીએ અનવરને શરીર સબંધ બાંધવાની ના પાડતા અનવર એ યુવતી તથા તેના પરીવારને મારી નાખાવની ધમકી આપી, અને યુવતીના મોબાઇલ ફોનના ચેટ તથા ફોટા વાયલર કરવાની ધમકી આપી હોવાની યુવતીએ અનવર સુલેમાનભાઈ હાલા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી અનવર સામે ગુન્હો દાખલ કર્યો છે. જેની તપાસ એસી/એસટી સેલના ઇન્ચાર્જ ડી.વાય.એસ.પી. હીતેષ ઘાંઘલ્યા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.