Abtak Media Google News

મજેવડી પોલીસ ચોકીમાં  તોડફોડ: ડીવાયએસપી સહિત 4 ઘવાયા: મુસ્લિમોના વિફરેલા  ટોળાને વિખેરવા પોલીસે  ટીયર ગેસ છોડયા: પોલીસના  ધાડેધાડા ઉતારાયા

જાહેર માર્ગ પર સાત થી આઠ દબાણ દૂર કરવાની નોટિસ  ઈસ્યુ  થતા  પોલીસનું  વાહન  સળગાવ્યું, એસ.ટી.બસ પર પથ્થરમારાથી તંગદીલી: 174ની અટકાયત

જૂનાગઢમાં જાહેર માર્ગ પરના સાતથી આઠ જેટલા ધાર્મિક દબાણ દૂર કરવા નોટિસ ઈસ્યુ  થતા મોડીરાતે  લઘુમતિ સમાજના ટોળા મજેવડી  દરવાજા પાસે એકઠા થયા બાદ મજેવડી  પોલીસ ચોકીમાં તોડફોડ શરૂ કરતા ડીવાય.એસ.પી. ધાંધલીયા સહિતનો પોલીસ સ્ટાફ મજેવડી દરવાજા ખાતે દોડીગ યા હતા. વિફરેલા ટોળાએ ભારે પથ્થરમારો કરતા વિહિપના પુર્વ પ્રમુખના ભત્રીજા ભોલાભાઇ વિણાભાઇ સુરેજાને પથ્થર લાગતા ગંભીર રીતે ઘવાયો હતો જેનું મોત નિપજ્યું છે. ટોળા દ્વારા કરાયેલા હિંસક હુમલામાં ડીવાયએસપી પી.એસ.આઈ. અને બે પોલીસમેન ઘવાયા હતા. બેકાબુ, બનેલા ટોળાએ પોલીસનું  વાહન સળગાવી એસ.ટી.બસ પર   તોડફોડ  કરતા ટોળાને વિખેરવા પોલીસે સાતથી આઠ ટીયર ગેસ છોડયા હતા પોલીસ અને લઘૂમતી  વચ્ચે ઘર્ષણ હિંસક બને તેમ હોવાથી પોલીસના ધાડેધાડા ઉતારવામાં આવ્યા છે.

Advertisement

જૂનાગઢના રસ્તાઓ પર આવતા ધાર્મિક દબાણોને દૂર કરવા માટે તજવીજ આદરીને મહાપાલિકાએ રસ્તા પર જે ધાર્મિક દબાણો છે. તેને નોટિસ આપવાનુ ચાલુ કર્યું હતું.જેમાં નોટિસ આપતા જ રાતે તોફાન શરૂ થઈ જતાં તંગદિલી વ્યાપી જવા પામી છે. રાતે ટોળાંએ એસટી બસ પર પત્થરમારો કરીને કેટલાંક વાહન સળગાવ્યા હતા. અને તેને અટકાવવા આવેલી પોલીસ પર પણ હુમલો થતાં ડીવાયએસપી સહિત ચાર પોલીસ કર્મચોરી ઘવાયા હતા. પોલીસે વળતા જવાબમાં ટિયરગેસના છ શેલ છોડી ટોળાને કાબૂમાં લીધી હતું.

વિગતો મુજબ જૂનાગઢના અનેક રસ્તઓ પર ઘણા ધાર્મિક દબાણો આવેલા છે. આ અંગે મનપાના ટીપીઓએ જણાવ્યું હતું કે, રસ્તા પર આવતા સાતથી આઠ ધાર્મિક દબાણોને નોટિસ આપી તેના આધારપુરવાઓ માંગવામાં આવ્યા છે. સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર કોઈપણ ધાર્મિક દબાણ ન થાય તેની તકેદારીના ભાગરૂપે અધિકૃત આધારપુરાવા, માલિકીના પુરાવા પાંચ દિવસમાં રજુ કરવા નોટિસ આપવામાં આવેલ છે. જો આધાર પુરાવાઓ રજુ કરવામાં ન આવે તો જીપીએમસી એકટ 1949ની કલમ210,266 મુજબ રસ્તા પરના બિનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવશે, તેનો ખર્ચ પણ જે તે દબાણકર્તા પાસેથી વસુલવામાં આવશે, જેમાં કોઈ જાનહાની કે અકસ્માત થશે તો તે અંગેની જવાબદારી દબાણકર્તાની રહેશે. મજેવડી દરવાજા નજીક આવેલ હઝરત ખીજનીશાહ પીર અને હઝરત ગેબનશાહ પીરની દરગાહ સહિતના 7થી 8 રસ્તા પર આવતા ધાર્મિક દબાણો અંગે મનપા દ્વારા નોટિસ આપવામાં આવી છે. મનપાએ નોટિસની કોપી જે તે ધાર્મિક દબાણો પણ ચીપકાવી દીધી છે.

નોટિસ આપ્યાની જાણ થતા મજેવડી દરવાજે મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ ઘટના સ્થળેદોડી જઈને બંદોબસ્ત ગોઠવી દીધો હતો પરંતુ લઘુમતી સમાજના લોકોએ જયાં સુધી આ બાબતનો ઉકેલ ન આવે ત્યાં સુધી ધરણા કરવા નિર્ણય કર્યો હતો. બાદમાં, રાતે કેટલાંક અસામાજિક તત્વોએ એસટી બસ પર પથ્થર મારો કરી કાચ તોડી નાખ્યા હતા. ટોળાંએ પોલીસ પર પણ પત્થરમારો કરી દીધો હતો, મજેવડી ચોકી પાસે હુમલો કરીને વાહનો સળગાવી દેવાતાં તંગદિલી વ્યાપી જવાપામી હતી. આ હુમલામાં ડિવાયએસપી હિતેષ ધાંધલિયા, પીએસઆઇ જેશીંગભાઇ રામભાઇ વાજા, બી ડિવીઝનનાં પીએસઆઇ કિંજલબેન કે. મારૂ, પીએસઆઇ નર્મદાબેન આંબલિયા અને પીએસઆઇ અલ્પાબેન ડોડીયાને માથા અને મોઢા પર ઇજાઓ પહોંચી હતી.

બનાવને પગલે પોલીસે ટીયરગેસના છ શેલ છોડી ટોળું વિખેર્યું હતું.તોફાની ટોળાંએ મજેવડી પોલીસ ચોકીને પણ નિશાન બનાવીને હુમલો કરતાં ચોકીમાં ખાસ્સું નુકસાન થયું છે. ફરજ પરના કેટલાંક પોલીસમેન માંડ કરીને જીવ બચાવી શક્યા હતા.ઉલ્લેખનિય છે કે, જૂનાગઢના મજેવડી ગેઈટ વિસ્તાર બાદ અન્ય વિસ્તારોમાં પણ તોફાનફેલાવાની દહેશત જણાતાં ઘેરી તંગદિલી વ્યાપી ગઈ છે. જિલ્લા પોલીસ વડા પણ સ્થળ પર દોડી ગયા છે, અને શહેરના સંવેદનશીલ જણાતા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવા તજવીજ હાથ ધરાઈ છે.

ઉપલેટામાં ફરી કોમી તંગદિલી, હથિયારો સાથે મુસ્લિમનું ટોળું ઝુલુશ સ્વરૂપે ફર્યું

કોંગી માઇનોરીટી સેલના પ્રમુખની આગેવાનીમાં દેવી-દેવતા વિશે અભદ્ર સુત્રોચ્ચાર કરી, હિન્દુની દુકાન ન હોવી જોઇએ તેવી ઉશ્કેરણીજનક વાણી વિલાસ કર્યો

હુમીયાણી ગામે ધાર્મિક સ્થાનને થયેલા નુકશાનના ગુનામાં સંડોવાયેલા દુકાનની રેકી કરી આચર્યુ કૃત્ય

ઉપલેટા શહેરમાં ધાર્મિક સ્થાનને લઇને બે કોમ વચ્ચે એક સપ્તાહથી ચાલતા નવો વળાંક આવ્યો છે. જેમાં હુમીયાણી ગામની સીમમાં ધાર્મિક સ્થાનને નુકશાનના ગુનામાં સંડોવાયેલા વેપારીની દુકાનની રેકી કરી વિડીયો શુટીંગ ઉતારતા વેપારી દ્વારા સીસીટીવી કેમેરા લગાવતા ઉપલેટા કોંગી માઇનોરીટી સેલના પ્રમુખ અને ટોળું હથિયારો સાથે ધસી જઇ દેવી-દેવતાઓ વિશે અભદ્ર સુત્રોચ્ચાર કર્યાનો મામલો ગરમાયો હતો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટા શહેરના સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા ભાવેશભાઇ જેઠાભાઇ રાઠોડ નામના ટેઇલરનો વ્યવસાય કરતા યુવાને ઉપલેટાના સ્મશાન પાસે રહેતો અને ઉપલેટા કોંગી માઇનોરીટી સેલના પ્રમુખ ગુલામ હુશેન આહમદમિંયા બુખારી અને 25 થી 30 મુસ્લિમ ટોળું હથિયારો સાથે ધસી આવી હિન્દુ દેવી-દેવતા વિશે અભદ્ર સૂત્રોચ્ચાર કરી આપણા લત્તામાં એકપણ હિન્દુની દુકાન હોવી ન જોઇની ફરિયાદ આપી છે.

પોલીસની પ્રાથમિક તપાશમાં ઉપલેટા તાલુકાના ડુમીયાણી ગામની સીમમાં મુસ્લિમોના ધાર્મિક સ્થાનને નુકશાન કરવામાં ભાવેશભાઇ રાઠોડ સંડોવાયેલા હોય આથી મુસ્લિમ શખ્સો દ્વારા ભાવેશભાઇની દુકાનની રેકી કરી વિડીયો શુટીંગ કરતા હોવાથી ભાવેશભાઇ દ્વારા દુકાનની આજુબાજુ સીસીટીવી કેમેરા ફીટ કરાવતા હોય આથી કોંગી અગ્રણી ગુલામ હુશેનની આગેવાની હેઠળ 25 થી 30 મુસ્લિમોનું ટોળું તલવાર અને કોયતા જેવા હથિયારો સાથે હિન્દુ દેવી-દેવતાઓ વિશે અભદ્ર સૂત્રોચ્ચાર કરી આપણા લત્તામાં એકપણ હિન્દુની દુકાન રહેવા દેવી નથી. આથી વેપારીએ મુસ્લિમ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ જાણ પોલીસ સ્ટાફને થતા દોડી જઇ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોની શોધખોળ હાથધરી છે. પોલીસે ભવિષ્યમાં આ મામલો ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તે પહેલા કડક હાથ દાબી દેવા લોકમાંગ ઉઠી છે.

ટોળા સામે કાવતરૂ રચી હત્યા કર્યાનો ગુનો નોંધાશે: રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા

જૂનાગઢના જાહેર માર્ગ પરના ધાર્મિક દબાણ દૂર કરવા અંગે નોટિસ અપાતા શેષે ભરાયેલા મુસ્લિમ સમાજના ટોળા દ્વારા મજેવડી પોલીસ ચોકી પાસે કરેલા પથ્થરમારામાં ઘવાયેલા ભાદાભાઇ સુરેજાનું મોત નીપજતા બેકાબૂ ટોળા સામે કાવતરૂં રચી હત્યાનો ગુનો નોંધવામાં આવ્યાનું જુનાગઢ રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ ‘અબતક ’ સાથેની ટેલિફોનીક વાતચિતમાં જણાવ્યું છે. વિફરેલું ટોળું બેકાબૂ બને તે પહેલા 174ની અટકાયત કરી સ્થળ પરથી 65 મોટર સાયકલ કબ્જે કર્યા છે. જૂનાગઢમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું આઇ.જી. મયંકસિંહ ચાવડાએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.