અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂ. ભક્તિ સ્વામી અને પૂ.મહંત સમજુબાપુના હસ્તે ઓફિસનું ઉદ્દઘાટન
ઉદાસી આશ્રમ- પાટડીના પૂ.વૈભવબાપુ અને પૂ.મયુરબાપુની પાવન પધરામણી, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની મોટી સંખ્યામાં હાજરી
પડધરીમાં અબતકની બ્યુરો ઓફિસનો જાજરમાન શુભારંભ થયો છે. લોક પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે શરૂ કરાયેલ આ નવી ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોએ બહોળી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો હતો.
પડધરીના મોવૈયા સર્કલ ખાતે પડધરીના પ્રતિનિધિ ભૌમિક તળપદા દ્વારા અબતક મીડિયાની નવી બ્યુરો ઓફિસ શરૂ કરવામાં આવી છે. અબતકના મેનેજીંગ એડિટર સતિષકુમાર મહેતા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂ. ભક્તિ સ્વામી અને પૂ.મહંત સમજુબાપુના હસ્તે ઓફિસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઉદાસી આશ્રમ- પાટડીના પૂ.વૈભવબાપુ અને પૂ.મ્યુરબાપુની પાવન પધરામણી કરી હતી.
ઓફિસની ઓપનિંગ ક્ષેત્રમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ મોહનભાઇ કુંડારિયા, સુપ્રિ.ઓફ કસ્ટમ નરેન્દ્રસિંહ જાડેજા,વાય બી જાડેજા -રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ, કૃષ્ણકુમારસિંહજી ચુડાસમા- મામલતદાર પડધરી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, મહેશભાઈ રાજપુત, હરેશભાઈ હેરભા, જે પી જાડેજા, ડો. ડાયાભાઈ પટેલ- રાજકોટ ડિસ્ટ્રીક બેંક ડિરેક્ટર, વસંતભાઈ ગઢીયા- રાજકોટ માર્કેટિંગ યાર્ડ વાઇસ ચેરમેન, હઠીસિંહ જાડેજા- રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર પરસોતમભાઈ સાવલિયા- રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર, હંસરાજભાઈ લીમ્બાસીયા- રાજકોટ માર્કેટિંગ યાર્ડ ડિરેક્ટર, અશ્વિનભાઈ ગઢીયા- રાજકોટ સહકારી દૂધ ડેરી ડિરેક્ટર, તેજસ ગાજીપરા -રાજકોટ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ, યોગરજસિંહ જાડેજા -મંત્રી યુથ પ્રદેશ આમ આદમી પાર્ટી, મહિપાલસિંહ જાડેજા -સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી, રસિકભાઈ બુસા- દુર્ગા ફોરજીંગ, મગનભાઈ ઝાલાવાડીયા- પનામ ગ્રુપ, ડો. વિજયભાઈ પરમાર- પડધરી ગ્રામ પંચાયત સરપંચ, પ્રવીણભાઈ હેરમા -પડધરી તાલુકા ભાજપ પ્રમુખ, ભગીરથસિંહ જાડેજા -પડધરી તાલુકા ભાજપ યુવા પ્રમુખ, તળશીભાઈ તાલપરા -જિલ્લા ભાજપ ઉપપ્રમુખ, શૈલેષભાઈ કપુરીયા -જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ , શિવલાલભાઈ ગઢીયા- મેનેજિંગ ટ્રસ્ટી એમ. જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટા, ધીરુભાઈ તળપદા- જિલ્લા પૂર્વ કારોબારી અધ્યક્ષ, મહેશભાઈ સુદાણી -તાલુકા પંચાયત સદસ્ય, મનસુખભાઈ રંગાણી -તાલુકા પંચાયત સદસ્ય, મનોજભાઈ પેઢડીયા -રાજકોટ જિલ્લા પંચાયત ક્રોપ સભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
અબતક મીડિયાની પડધરી ખાતે ઓફિસના પ્રારંભથી સ્થાનિક લોકોની વેદનાને વાચા મળશે:રાઘવજીભાઈ પટેલ (કેબિનેટ મંત્રી)
કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા વિસ્તાર માટે ખૂબ આનંદની વાત છે કે અબતક મીડિયાની ઓફિસની શરૂઆત પડધરી ખાતે થઈ છે.લોકોના સુખ દુ:ખને વાચા મળશે. સરકારની સાચી પ્રવૃત્તિઓને પણ ઉજાગર કરવામાં આવશે.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ મુજબ ગુજરાત ને વિકાસને પંથે આગળ વધારવામાં સ્થાનિક લોકોની વેદના ને વાચા આપવામાં આવશે.આ વિસ્તારમાં ખૂબ ફાયદો થશે.
પોઝિટિવ ન્યુઝ ઇન્ફોર્મેટીવ ન્યૂઝને અબતકે કાયમ વાચા આપી: સતીષકુમાર મહેતા (મેનેજીંગ તંત્રી,અબતક મીડિયા)
અબતક મીડિયાના મેનેજીંગ તંત્રી એ જણાવ્યું હતું કે અબતકે હંમેશા પોઝીટીવ ન્યુઝ ,ઇન્ફોર્મેટીવ ન્યૂઝને વાચા આપી છે.પડધરી ખુબજ વિકસિત થયેલ તાલુકો છે.આ તાલુકામાં ઘણા બધા ડેવલોપમેન્ટ ના કામકાજો ચાલે છે.ઘણી એવી વસ્તુઓ ઉજાગર કરવાની પણ જરૂર છે.ભૌમિક તડપદા અને ટીમ જે રીતે મહેનત કરીને આગળ વધ્યા છે તેઓને અભિનંદન આપુ છું.મને વિશ્વાસ છે પડધરીના લોકોના ખુબજ સારી રીતે સંપર્કમાં રહેશે અને સ્થાનિક પ્રશ્નોને વાચા આપશે.તમામ ટીમને હું શુભેચ્છાઓ પાઠવું છું.
પોઝિટિવ ન્યુઝ આપવામાં અબતક હંમેશા અગ્રેસર: મોહનભાઈ કુંડારીયા (સાંસદ,રાજકોટ)
સાંસદ મોહનભાઈ કુંડારીયાએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અબતક અખબાર અને ચેનલમાં પોઝીટીવીટી વધારે હોય છે.જેના કારણે લોકો અબતક ને વધુ પસંદ કરે છે.
ટુંક સમયમાં માત્ર રાજકોટ નહીં ઘણા દેશમાં અબતક ચેનલ ન્યુઝ તેમજ અન્ય કાર્યક્રમો મારફત લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યુ છે.અબતક ટીમ ખૂબ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવું છું.
પૂ.જગા બાપાના આશિર્વાદ હંમેશા અબતક મીડિયા સાથે : પૂ.વૈભવ બાપુ ( ઉદાસી આશ્રમ,પાટડી )
પડધરી ખાતે અબતક મીડિયાની ઓફિસના ઉદ્ઘાટન પ્રસંગે પૂ.વૈભવ બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પડધરી ખાતે અબતક ઓફિસનો પ્રારંભ થયો છે.સતીષભાઈ અને સમગ્ર ટીમને હું અભિનંદન આપું છું.તમામ કાર્યમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે પૂ.જગા બાપાના દિલથી આશીર્વાદ .સૌને સીતારામ.
અબતક મીડિયા ખૂબ પ્રગતિ કરે તેવા હ્રદય પૂર્વક આશિર્વાદ: પૂ.મયુર બાપુ (ઉદાસી આશ્રમ,પાટડી )
પડધરી ખાતે અબતક ઓફિસના ઉદ્ઘાટન ના પ્રસંગે પૂ.મૂયુર બાપુએ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે અબતક મીડિયાને પૂ.જગા બાપાના આશીર્વાદ .પૂ.જગા બાપાના સેવક શ્રી સતીષભાઈ ને પૂ.જગા બાપા ખૂબ શક્તિ અને આશીર્વાદ આપે જેથી ખૂબ પ્રગતિ થાય અને આગળ વધે.
માત્ર ગુજરાત નહીં વિદેશમાં પણ ગુજરાતીઓ સમાચાર કાર્યક્રમો જુએ તેવા આશિર્વાદ : મહંત શ્રી રમજુ બાપુ
પૂ.1008 મહામંડલેશ્વર મહંત શ્રી રમજુ બાપુ – અંબિકા આશ્રમ (નવા સાંગાણા) એ અબતક મીડિયાને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ખૂણે ખૂણેથી પોઝીટીવ સમાચાર લોકોને અબતક મીડિયા આપે તેમજ નાનામાં નાના માણસને ન્યાય આપે તેવા આશીર્વાદ .અબતક મીડિયા કોઈ પણ પ્રશ્ન હોઈ તે ડર વિના બતાવે તેવી તમામ પત્રકારોને વિનંતી તેમજ લોક ઉપયોગી વધુ ને વધુ કાર્ય કરો તેવા હ્રદય પૂર્વક આશીર્વાદ.માત્ર રાજકોટ ગુજરાત નહીં અહીંના સમાચારો વિદેશ જાય અને વિદેશના સમાચારો અહીં પોહચે તેવી નામના અને ખૂબ પ્રગતિ થાય તેવી શુભેચ્છા.
મીડિયામાં અનોખી તાકાત,અબતક મીડિયા વધુને વધુ પોઝિટિવિટી ફેલાવે તેવી સંત તરીકે વિનંતી: સંત શ્રી પૂ.ભક્તિ સ્વામી
અખિલ ભારતીય સંત સમિતી ના રાજકોટના પ્રમુખ પૂ.ભક્તિ સ્વામીએ અબતક મીડિયાને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે પડધરી ખાતે અબતક મીડિયાના પ્રારંભ બદલ ભારતીય સંત તરીકે શુભકામના પાઠવું છું.
મીડિયા અત્યારે લોકોની ત્રીજી આંખ છે.અબતક નાનામાં નાના લોકો સુધી પોહચે અને લોકોની સમસ્યા હલ કરે તેવી શુભેચ્છા પાઠવું છું.મીડિયામાં એક અનોખી તાકાત છે.મારી અબતક મીડિયાના પત્રકારોને સંત તરીકે વિનંતી કે વધુ ને વધુ પોઝીટીવી લોકો સુધી પોહચાડે અને ખૂબ લોકોના સારા કામ કરે.અખિલ ભારતીય સંત સમિતિ રાજકોટ જિલ્લા પ્રમુખ વતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.