Abtak Media Google News

દેણું કરીને ઘી પીવાની સરકારની નીતિ સફળ રહી

સરકારની આવક વધતા જ રાજકોશિય ખાધ રાહતના દાયરામાં આવી, સરકારનો લક્ષ્યાંક સફળતાની દિશામાં

મોદી સરકાર અત્યારે અર્થતંત્ર અને સુરક્ષા આ બે મુદ્દે જ એડીચોટીનું જોર લગાવી રહી છે. ખાસ કરીને અર્થતંત્ર તરફ સરકારના પગલાં સફળતાની દિશામાં જઇ રહ્યા છે. રાજકોશિય ખાધ હવે અંકુશમાં છે. જે જીડીપીના 6.4 ટકાની અંદર જ રહેવાની છે.

Advertisement

બજેટના સ્તરોથી રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોવા છતાં કેન્દ્ર નાણાકીય વર્ષ 23 ના નાણાકીય ખાધ લક્ષ્યાંકને કુલ સ્થાનિક ઉત્પાદનના 6.4% હાંસલ કરે તેવી અપેક્ષા છે.  નાણાકીય વર્ષ 2023ની રાજકોષીય ખાધ, સંપૂર્ણ રીતે, સંભવતઃ રૂ. 17.55 લાખ કરોડના સુધારેલા અંદાજ કરતાં થોડી ઓછી હશે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

નાણાકીય વર્ષ 2023 માટે નોમિનલ જીડીપીમાં બીજા એડવાન્સ અંદાજમાં નજીવો સુધારો કરવામાં આવ્યો હતો. પરંતુ હવે તે કોઈ સમસ્યા નથી, કારણ કે સંપૂર્ણ રીતે રાજકોષીય ખાધ અંકુશમાં આવી રહી છે. નાણાકીય વર્ષ 202 માટે રાજકોષીય ખાધના આંકડા સરકાર દ્વારા મેના અંતમાં ઔપચારિક રીતે જાહેર કરવામાં આવશે.

28 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા નાણાકીય વર્ષ 2023 માટેના બીજા એડવાન્સ અંદાજમાં જીડીપી 272 લાખ કરોડ નક્કી કરવામાં આવી હતી, જે અંદાજિત 273.1 લાખ કરોડ કરતાં ઓછી હતી.સંપૂર્ણ વર્ષ જીડીપીનો કામચલાઉ અંદાજ 31 મેના રોજ જાહેર કરવામાં આવશે.નાણાકીય વર્ષ 2023માં કેન્દ્રનું ચોખ્ખું કર સંગ્રહ સુધારેલા અંદાજ કરતાં થોડો વધારે હોઈ શકે છે, જ્યારે ખર્ચ  નજીવો ઓછો હશે, એમ તેમણે ઉમેર્યું હતું.

સરકારે દેણું કરીને ઘી પીવાની નીતિ અપનાવી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સરકારે રાજકોશિય ખાદ્યનું જોખમ લીધું હતું. પણ સરકારમાં અંદાજ મુજબ આવકનું પ્રમાણ વધતા રાજકોશિય ખાધ લક્ષ્યાંક મુજબ અંકુશમાં આવી છે. આમ હવે ચોક્કસ પણે કહી શકાય કે અર્થતંત્ર ટનાટન ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.