Abtak Media Google News

ત્રણ વર્ષના સમયગાળામાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંક ઘટ્યો

અર્થવ્યવસ્થાને બેઠી કરવા સરકાર રાજકોષીય ખાદ્યને ધ્યાને લેતું હોય છે. કહેવાય છે કે દેણું કરીને પણ ઘી પીવાય પરંતુ આ વાક્ય ત્યારે જ શક્ય બને જ્યારે તમે દેણા ની ભરપાઈ કરી શકો. આ વાતને ધ્યાને લઈ સરકાર રાજકોટને અંકુશમાં લાવવા અનેક પ્રયત્નો હાથ ધરતું હોય છે અને પરિણામ સ્વરૂપે ગત ત્રણ વર્ષના સમયગાળામાં પ્રથમ વખત જથ્થાબંધ ભાવાંકમાં ઘટાડો નોંધાયો છે જે દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ સારા સમાચાર છે.

મોંધવારીની માર વચ્ચે સામાન્ય માણસ માટે રાહતના સંકેત દેખાઈ રહ્યા છે. રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ મોટો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ આધારિત ફુગાવાનો દર શૂન્ય પર આવી ગયો છે. લગભગ છેલ્લા 3 વર્ષમાં જથ્થાબંધ મોંઘવારીનું આ સૌથી નીચું સ્તર છે.જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાના દરમા એપ્રીલમાં નેગેટિવ ગ્રોથ જોવા મળ્યો હતો.

સરકાર તરફથી સોમવારે જારી કરવામાં આવેલા આંકડા અનુસાર એપ્રીલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર  0.92 ટકા ઘટ્યો હતો જે માર્ચમાં 1.34 ટકા પર રહ્યો હતો. આ રીતે એપ્રીલમાં લગાતાર 11મા મહીને ફુગાવો ઘટ્યો હતો. પ્રાથમિક ચીજવસ્તુઓમાં મોંઘવારીનો દર ઘટીને 1.60 ટકા પર આવી ગયો હતો. એપ્રીલમાં આ આંકડો 2.40 ટકા રહ્યો હતો.ફ્યુઅલ અને પાવર ઈન્ફ્લેશન એપ્રિલમાં ઘટીને 0.93 ટકા થઈ ગયો હતો. માર્ચમાં તે 8.96 ટકા પર રહ્યો હતો.

માર્ચમાં જથ્થાબંધ ભાંવાક ઘટીને 29 મહીનાની નીચે સપાટીએ ગયો હતો. મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટસ સસ્તી થતા જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટ્યો હતો જોકે, માર્ચ મહીનામાં ખાવા-પીવાના સામાનના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. ભારતમાં રિટેલ મોંઘવારીનો દર ઘટીને 4.7 ટકા પર આવી ગયો હતો. તે 18 મહીનાના નીચલા સ્તરે છે. આ અગાઉના મહીને રિટેલ મોંઘવારીનો દર 5.7 ટકા પર રહ્યો હતો.

જુલાઈ 2020 પછી પ્રથમ વખત જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે ગયો

એપ્રિલમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો દર ઘટીને માઈનસ 0.92 ટકા થઈ ગયો છે. જુલાઈ 2020 પછી આ પ્રથમ વખત છે જ્યારે જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે ગયો હોય. અગાઉ માર્ચ મહિનામાં પણ જથ્થાબંધ ફુગાવાના દરમાં મોટો ઘટાડો થયો હતો અને તે ઘટીને 1.34 ટકા પર આવી ગયો હતો.

ખનિજ તેલ, કાપડ, બિન-ખાદ્ય ચીજવસ્તુઓ સાહિતના ભાવમાં ઘટાડો નોંધાયો

એપ્રિલ મહિનામાં મુખ્યત્વે મૂળભૂત ધાતુઓ, ખાદ્ય ઉત્પાદનો, ખનિજ તેલ, કાપડ, બિન-ખાદ્ય ચીજવસ્તુઓ, રસાયણિક ઉત્પાદનો, રબર અને પ્લાસ્ટિક ઉત્પાદનો તથા કાગળના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો પણ 4.7 ટકા હતો જે 18 મહિનાની નીચી સપાટીએ આવી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.