Abtak Media Google News

મોરબી સબજેલ ખાતે આજીવન સજા ભોગવી રહેલ કેદીની સજા રાજ્ય સરકાર દ્વારા માફ કરવામાં આવી છે. મોરબીની સબજેલ ખાતે આજીવન સજા ભોગવતા કેદીને સારી વર્તણૂક બદલ વહેલી જેલ મુક્તિ મળી છે. આ કેદીએ જેલમાં જ ઉચ્ચ અભ્યાસની ડિગ્રી પણ મેળવી હતી.

Advertisement

અધિક્ષક ગોહેલના જણાવ્યા અનુસાર અત્રેની સબજેલ ખાતે આજીવન જેલની સજા ભોગવી રહેલ હિતેષભાઇ શિવશંકર દવેએ તેને મળેલ કલમ 302 હેઠળ આજીવન સજાના ૧૪ વર્ષ પૂર્ણ કરેલ જેથી સીઆરપીસી કલમ ૪૩૩ મુજબ જેલમાં સારી વર્તણુક બદલ વહેલી તકે જેલમુક્તિ આપવામાં આવી છે.

હિતેશ દવેએ જેલમાં રહી ઉચ્ચ અભ્યાસની ડિગ્રી પ્રાપ્ત કરી હતી તેમજ કલેક્ટર, ધારાસભ્ય, સામાજિક કાર્યકરોના હકારાત્મક અભિપ્રાયો મેળવી જીલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં જેલ સલાહકાર બોર્ડ કમિટીમાં આ હકારાત્મક અહેવાલ મુકવામાં આવેલ દરખાસ્ત સરકારમાં સોંપતા રાજ્ય સરકાર દ્વારા આજીવન સજા ભોગવી રહેલ હિતેષભાઇ દવેને જેલમુક્તિના આદેશ આપતા તેને આજ રોજ જેલમુક્ત કરવામાં આવ્યા છે.

કેદીએ જેલ પ્રસાશનનો આભાર વ્યક્ત કર્યો છે જેઓએ જણાવ્યું હતું કે મોરબી સબજેલ અધિક્ષક, ઇન્ચાર્જ જેલર તેમજ જેલ-સ્ટાફ દ્વારા હકારાત્મક અહેવાલો સરકારમાં સોંપતા સરકારે બાકીની સજા માફ કરી જેલ મુક્તિનો આદેશ કર્યો છે જે બદલ મોરબી સબજેલ અધિક્ષક ઇન્ચાર્જ જેલર તેમજ અમદાવાદ જેલ આઈજીનો આભાર માનું છું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.