Abtak Media Google News
  • કાલે સાંજે 7 વાગ્યે વિવિધ સંગઠનોની બેઠક

કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીબાપુના વડપણ હેઠળ છેલ્લા 14 વર્ષ થી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળે છે. આ વર્ષ આગામી તા . 20-6-2023ના રોજ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની ભવ્ય થી ભવ્ય શોભાયાત્રા નિકળશે . જે અંતગર્ત તા . 4-6-2023ના રોજ સાંજે 4 વાગે કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે . જેમાં 151 બહેનો માથે કળશ લહી વાજતે ગાજતે કુવા માંથી પાણી ભરવા જશે. જે જળથી આગામી તા . 19-6-2023ના રોજ ભગવાનો અભિષેક કરવામાં આવશે.

આ વખતની શોભાયાત્રામાં વૃંદાવન થી રાધેકૃષ્ણ વૃંદ આવશે . તેમજ ઉજજૈન થી શિવ તાંડવ ગ્રુપ આવશે. જે શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બનશે. ભગવાન જગન્નાથજીનો શણગાર વૃંદાવનમાં તૈયાર થઇ રહયો
છે.
રથની પૂજન વિધી થઇ ચુકી છે . રથનું શુશોભન કાર્ય ચાલુ છે રથયાત્રાની તૈયારીઓ માટે તા.4 ને રવિવારે સાંજે 7 વાગ્યે જગન્નાથ મંદિર ખાતે વિવિધ હિન્દુ સંગઠનોની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ સનાતની હિન્દુ કાર્યકરોએ ઉપસ્થિત રહેવા કૈલાસધામ આશ્રમના મહંત ત્યાગી મનમોહનદાસજી ગુરૂ રામકિશોરદાસજીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.