Abtak Media Google News

દર્દીઓએ કેમ્પનો લાભ લઇ રાજીપો વ્યક્ત કર્યો:  દર મહિનાના બીજા અને ચોથા શનિવારે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનો સેવાયજ્ઞ પ્રજવલિત રહેશે

શહેરના જરૂરિયાતો નાગરિકોના આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ઓફ રાજકોટ તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકીત આસ્થા એકનોલોજી એસોસિએશન હેલ્થ કેર ગ્લોબલ ના સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક દસકા થી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર એવરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે શ્રી પૂજ્ય રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટો પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લે છે પરિણામે તેમનો અમદાવાદ જવાનું ખર્ચ અને સમય બચી જાય છે

Advertisement

Screenshot 5 13

આ કેમ્પમાં ગુજરાતમાં પ્રતિષ્ઠિત તબીબો ડોક્ટર દુષ્યંતભાઈ તથા ડોક્ટર પ્રવિણ પટેલ સેવાઓ આપી હતી જે અંતર્ગત હું ગણું જડબા સહિતના તમામ કેન્સરના વિના મૂલ્ય નિદાન કરી આપ્યા હતા વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ અને હતી ખર્ચાળ મેડિકલ ટ્રીટમેન્ટ વચ્ચે કંઈક કંઈક સાવચેતી રાખીને કેન્સર થી બચી શકાય અને થયું હોય તો વિના મૂલ્ય નિદાન કરાવી શકાય તે માટે હવે શહેરમાં લાભ એક્સપર્ટ ના ઓપિનિયન દ્વારા દર મહિને બે વાર મેળવી રાજકોટ સૌરાષ્ટ્ર તથા કચ્છના પ્રજાજનો નિશ્ચિત બની શકશે જેમાં પૂજિત રૂપાણી ટ્રસ્ટ ના બિલ્ડીંગ માં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે જે માં માત્ર ₹10 માં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકશે દર બુધવારે સવારે 9:00 થી 12 વિનામૂલ્ય નિદાન તથા સારવાર મેળવી શકાય છે આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહત દરે લેબોરેટરી તથા ફિઝિયો થેરાપી સુવિધા ઉપલબ્ધ છે

કેન્સરના દર્દીઓએ વહેલું નિદાન કરાવું:ડો.પરિન પટેલ

અમદાવાદ HCGના હેડ એન્ડ નેક સર્જીકલ ઓનકોલોજીસ્ટ ડો.પરિન પટેલે જણાવ્યું કે,પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ દ્વારા વર્ષ 2018થી નિશુલ કેન્સર નિદાન કેમ્પ સેવાનો યજ્ઞ અવિરત શરૂ રાખવામાં આવ્યો છે તેમના સહભાગી બની અમે પણ અહીં હજારો દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગથી જાગૃત કરી અને તેમને સચોટ અને ઉત્તમ સવાર પૂરી પાડી છે. દર્દીઓએ તમાકુ ના વ્યસનને બંધ કરવા જરૂરી છે આ મોટામાં મોટું પ્રિકોશન કેન્સરના દર્દીઓ માટે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના દર્દીઓ કેમ્પનો લાભ મેળવે છે. અરલી

પુજીત રૂપાણી ટ્રસ્ટમાં કેન્સરના તપાસ અને જાગ્રુતતાના કેમ્પનો લાભ મળ્યો તે માટે ટ્રસ્ટનો હું આભારી છું :દામજીભાઈ પટેલ

કેમ્પના લાભાર્થી દામજીભાઈ પટેલે જણાવ્યું કે,પુજીત રૂપાણીની ટ્રસ્ટમાં કેન્સરના તપાસ અને જાગ્રુતાના કેમ્પનો લાભ મળ્યો તેમાટે ટ્રસ્ટનો હું આભારી છું.અમદાવાદ ધકો ન ખાવો પડે સમય અને પૈસા બને નો બચવા થાય છે.આ ટ્રસ્ટ ખરા અર્થમાં સેવાનું ઉમદા કાર્ય કરી રહી છે.મારા જેવું ઘણા કેન્સરના દર્દીઓને સમયસર સચોટ નિદાન અને જાગ્રુતા મળે છેડાયગ્નોસીસ કેન્સરના દર્દીઓને આ ગંભીર બીમારી થી બચાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.