Abtak Media Google News

દર્દીઓએ કેમ્પનો લાભ લઇ રાજીપો વ્યક્ત કર્યો

શહેરના જરૂરિયાતો નાગરિકોના આરોગ્ય અને શિક્ષણ તેમજ સામાજિક વિકાસ ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી કાર્યરત પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ ઓફ રાજકોટ તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકીત આસ્થા એકનોલોજી એસોસિએશન હેલ્થ કેર ગ્લોબલ ના સંયુક્ત ઉપક્રમે છેલ્લા એક દસકા થી સમગ્ર વિશ્વને ભરડામાં લઈ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરવામાં આવે છે. ત્યારે આજરોજ કેન્સર એવરનેસ કેમ્પ યોજવામાં આવ્યો હતો.

પૂજ્ય રૂપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટો પણ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી લાભ લે છે પરિણામે તેમનો અમદાવાદ જવાનું ખર્ચ અને સમય બચી જાય છે. આ કેમ્પમાં ગુજરાતના પ્રતિષ્ઠિત  તબીબ ડો દુષ્યંતભાઈ માંડલિક સેવાઓ આપી હતી. જે અંતર્ગત ગળું ,જડબા સહિતના તમામ કેન્સરના વિના મૂલ્ય નિદાન કરી આપ્યા હતા.વર્તમાન સમયમાં ખોટા પ્રકારની લાઇફ સ્ટાઇલ અને અતિ ખર્ચાળ મેડિકલ ટ્રીટમેન્ટ વચ્ચે કંઈ સાવચેતી રાખીને કેન્સરથી બચી શકાય અને કેન્સર થયું હોય તો વિના મૂલ્ય નિદાન કરાવી શકાય તે માટે  દર મહિનના બીજા અને ચોથા શનિવારે નિ:શુલ્ક કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે.

પૂજિત રૂપાણી ટ્રસ્ટ ના બિલ્ડીંગ માં ઓપીડી સેન્ટર પણ કાર્યરત છે જે માં માત્ર ₹10 માં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકશે દર બુધવારે સવારે 9:00 થી 12 વિનામૂલ્ય નિદાન તથા સારવાર મેળવી શકાય છે આ ઉપરાંત ટ્રસ્ટમાં રાહત દરે લેબોરેટરી તથા ફિઝિયો થેરાપી સુવિધા ઉપલબ્ધ છે. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્ટીઓ પ્રવીણભાઈ રૂપાણી, અંજલીબેન રૂપાણી, રંજનબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણી સહિતનાઓના માગેદશેન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવા આપવામાં આવે છે.

કેન્સરથી ડરવા કરતા તેનાથી સાવચેત રહેવું જોઇએ: ડો.દુષ્યંત માંડલિક

અમદાવાદના એચસીજી હોસ્પિટલમાં કેન્સર સર્જન તરિકે ફરજ બજાવતા ડો. દુષ્યંત માંડલિકે અબતક સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પુજીત રૂપાણી મેમો.ટ્રસ્ટ દ્વારા વર્ષ 2017થી નિ:શુલ્ક કેન્સરનો નિદાન કેમ્પ સેવાનો યજ્ઞ અવિરત શરૂ રાખવામાં આવ્યો છે તેમાં સહભાગી બની અમે પણ અહીં હજારો દર્દીઓને કેન્સર જેવા ગંભીર રોગથી જાગૃત કરી અને તેમને સચોટ અને ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવે છે. કેન્સર થયાં બાદ ખૂબ જ તકેદારી રાખવી જોઇએ.દર્દીઓએ તમાકુ ના વ્યસનને બંધ કરવા જરૂરી છે.રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓ આ કેમ્પનો લાભ મેળવે છે. કેન્સરથી ડરવા કરતા તેનાથી સાવચેત રહેવું ખૂબ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.