Abtak Media Google News

રેવન્યુ પ્રેક્ટીશ્નરોના પ્રશ્નના ઉકેલ માટેની ખાતરી આપતા ધારાસભ્ય ઉદય કાનગડ

સૌરાષ્ટ્ર રાજ્યની હાઇકોર્ટને પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કરાશે: બાર પ્રમુખ લલીતસિંહ શાહી

શહેરના યાજ્ઞિક રોડ નજીક કાઠીયાવાડ જીમખાના ખાતે રેવન્યુ પ્રેક્ટીશ્નર એસોસીએશન દ્વારા તાજેતરમાં બાર એસોસિએશનની ચૂંટણીમાં ચૂંટાયેલા હોદ્ેદારો સભ્યો અને ધારાસભ્યોનો સન્માન સમારંભ યોજાઇ ગયો જેમાં મોટી સંખ્યામાં રેવન્યુ પ્રેક્ટીસ કરતા વકીલો ઉપસ્થિત રહ્યા હતાં.

વધુ વિગત મુજબ રેવન્યુ પ્રેક્ટીશ્નર એસોસિએશન દ્વારા ગત તા.1રને ગુરૂવાર રાત્રે કડકડતી ઠંડીમાં તાજેતરમાં ચૂંટાયેલા બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્ેદારો અને નવનિયુક્ત ધારાસભ્યનો સન્માન સમારંભ કાઠીયાવાડ જીમખાના ખાતે યોજાઇ ગયો જેમાં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ અને રમેશભાઇ ટીલાળા તેમજ બાર એસોસિએશનની ચુંટણીમાં આર.બી.એ.ની પેનલ જંગી બહુમતીથી ચુંટાયેલા જેમાં શાહી લલિતસિંહ જે., પટેલ નલિનભાઇ જે. જોષી દિલીપભાઇ એન. રાણા જયેન્દ્રસિંહ એફ., શુક્લ જયદેવભાઇ, સખીયા કિશોરભાઇ આર કારોબારી સભ્યો સર્વ ભટ્ટ ગિરિશભાઇ, ગાંગાણી જયંતકુમાર, ગોંડલીયા તુલસીદાસ બી., જોષી જીજ્ઞેશભાઇ એમ., કોટેચા બિપીનભાઇ આર., મહેતા બિપીનભાઇ એચ., પંડ્યા મહર્ષિભાઇ સી., રામાણી ગોરધનભાઇ એલ., ઠાકર ઘનશ્યામભાઇ અને રાણા રજનીબા ટી. (મહીલા અનામત) આ તમામ સભ્યો સન્માન કરવામાં આવેલું હતું.

આ સન્માન સમારંભમાં રાજકોટ રેવન્યુ પ્રેક્ટીશનર્સ એસોસીએશનના હાલમાં ચેરમેન તરીકે પદ શોભાવી રહેલ દિલીપભાઇ જે મીઠાણી કે જેઓ રેવન્યુ પ્રેક્ટીશનર્સ એસોસિએશનની સ્થાપના થઇ ત્યારથી સ્થાપક પ્રમુખથી અત્યાર સુધી અવિરત સેવા આપી હોવાથી વિશેષ વ્યક્તિ તરીકે તેમનું સન્માન કરવામાં આવેલું હતું.

આ તકે આર.બી.એ.પેનલના સમર્થનમાં તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે સીનીયર, જુનીયર એડવોકેટ સભ્યો શ્યામલભાઈ સોનપાલ, પરેશભાઈ મારુ, ભગીરથસિંહ ડોડીયા, વિશાલભાઈ ગોસાઈ, બિમલભાઈ જાની, દિલેશ જે. શાહ અને હિતેશ જી. મહેતાનું રેવન્યુ પ્રેકટીશનર એસોસીએશન દ્વારા શિલ્ડ તથા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ હતું.

ભા.જ.પ. પ્રદેશ લીગલ શેલના કારોબારી સભ્ય કિશોરભાઈ આર.સખીયાની નિમણુંક થતાં રેવન્યું પ્રેકટીશ્નર એસોસીએશન રાજકોટ દ્વારા ધારાસભ્યો  ઉદયભાઈ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલું. આ ભવ્ય સન્માન સમારંભમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીઓ અનિલભાઈ દેશાઈ( ગુજરાત પ્રદેશ ભા.જ.પ. લીગલશેલ સહસંયોજક) તથા રાજકોટ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ,  પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, નરેન્દ્રભાઈ બુસા વિગેરે હાજર રહેલાં હતાં.

આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જણાવેલું કે રાજકોટ રેવન્યુ પ્રેકટીશ્નર એસોસીએશન નાં કોઈપણ પ્રશ્ને જરૂરિયાત ઉભી થાય તો હરહંમેશ સાથે રહેવા તેમજ યોગ્ય ઉકેલ લઈ આપવાનો કોલ આપેલો તેમજ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જણાવેલું કે રાજકોટ બાર એસોસીએશનનાં ઈતિહાસમાં સર્વ પ્રથમ વાર આખી પેનલ જંગી બહુમતીથી ચુંટાઈ આવી ઈતિહાસ સર્જેલો છે તે આખી આર.બી.એ. પેનલને અભિનંદન આપેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન  આશીષભાઈ શાહે કરેલું તેમજ શાબ્દિક સ્વાગત પ્રવચન રેવન્યુ પ્રેકટીશ્નર એસોસીએશનના પ્રમુખ બાર એસોસીએશનના ઉપપ્રમુખ એન. જે. પટેલ દ્વારા કરવામાં આવેલું. રેવન્યુ પ્રેકટીશ્નર એસોસીએશન ની કામગીરી અંગેની વિસ્તૃત માહીતી જી.એલ. રામાણી દ્વારા આપવામાં આવેલી. બાર એસોસીએશનના પ્રમુખ લલિતસિંહ જે. શાહીએ જણાવેલું કે રાજકોટ શહેરમાં જુની સૈારાષ્ટ્ર જે હાઈકોર્ટ હતી જે 1960 માં ગુજરાત રાજ્ય અમલમાં આવતા બંધ કરવામાં આવેલી છે. તે હાઈકોર્ટ બેન્ચ ફરીથી ચાલુ કરાવવા અપીલ કરેલી હતી. તેનું એસોસીએશનના હાજર રહેલા સમગ્ર સભ્યોએ તાલીઓના ગડગડાટ થી વધાવી લીધેલી હતી.

આભાર વિધી વી.એમ. પટેલે કરી અને દરેકનો આભાર માનેલો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવાં રાજકોટ રેવન્યુ પ્રેકટીશનર્સ એસોસીએશનના કારોબારી સભ્યો સર્વ રાકેશ ગૈાસ્વામી, હિતેશ મહેતા, આર.ડી.ઝાલા, યતિન ભટ્ટ, એન.જી.દવે, મહેશ સખીયા, લલિત કાલાવડીયા, પી.બી.પટેલ, યોગેશ સોમમાણેક, હેમંત ભટ્ટ, કિરીટ ગોહેલ, ડી.વી.શેઠ, જીજ્ઞેશ માલકીયા, કેતનગોસલીયા, રમેશ ઘોડાસરા અને દિલેશ શાહે ભારે જહેમત ઉઠાવી હતી.આ સન્માન સમારંભમાં બી. એમ. પટેલ, ચીંતનભાઈ દવે, ભાવેશભાઈ રંગાણી, અશ્વીનભાઈ શેખલીયા, સંદિપભાઈ વેકરીયા, અશોકસિંહ વાઘેલા, જયેન્દ્રભાઈ ગોંડલીયા, અશ્વીનભાઈ મહાલીયા, અતુલભાઈ દવે, રાજદિપભાઈ દાસાણી, જયભારત ધામેચા, જયભાઈ એન. શુકલ, પાર્થરાજસિંહ આર. ઝાલા, અસ્વીનભાઈ રામાણી, રામદેવસિંહ ઝાલા, મેહુલભાઈ વી. મહેતા, મૌલીક રાઠોડ, ભાસ્કરભાઈ જસાણી, અમીતભાઈ વેકરીયા, જે. આર. ફુલારા, આસુતોષ વસાવડા, સી. વી.પરમાર, નિશાંતભાઈ જોષી, ધવલભાઈ સુદાણી, વી. એમ. પટેલ, બીમલભાઈ જાની, વિશાલભાઈ ગોસાઈ, વિદીતભાઈ ડોબરીયા, આશીષભાઈ આર. પટેલ, ગૌરાંગભાઈ મહેતા, સંધ્યાબેન રાઠોડ, વિણાબેન કોરાટ, પરેશભાઈ મારૂ, ભગીરથસિંહ ડોડીયા, ઈન્દુભા ઝાલા, ઈશાનભાઈ ભટ્ટ, દિવ્યેશભાઈ કલોલા, અમીતભાઈ ડી. વસંત, પીયુપ જી. સખીયા, પ્રવિણભાઈ જી. પરમાર, અમનભાઈ દોશી, હિરેનભાઈ ગજજર, પંકજભાઈ એમ. રાજપરા, જૈમીનભાઈ માધાણી, એમ. કે. જાડેજા, જે. કે. રાઠોડ, જીતુભાઈ પારેખ, હિમાંશુભાઈ પારેખ, પથીકભાઈ દફતરી, કેસુરભાઈ વારોતરીયા, ડી. ડી. મહેતા, રાજભા ઝાલા, જીજ્ઞેશભાઈ સખીયા, આર. ડી. દવે, હિંમાશુ શીશાંગીયા વિગેરે હાજર રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.