છતીસગઢમાં પણ તિરૂપતિ બાલાજીનું મંદિર બનાવવામાં આવશે
આંધ્રપ્રદેશમાં આવેલું તિરુપતિ બાલાજીનું મંદિર વિશ્વવિખ્યાત છે. અહી દર વર્ષે કરોડોની સંખ્યામાં દેશ ઉપરાંત વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ આવે છે અને ભગવાન વેંકટેશ્વરના દર્શન કરી ભવ્યતા અનુભવે છે. જો કે હવે તિરુપતિ બાલાજી ગુજરાતના આંગણે આવશે જે અંગેની જાહેરાત મંદિર ટ્રસ્ટ દવારા કરવામા આવી હતી. આશા રાવતાની સાથે જ તિરૂપતિ બાલાજીને જે વર્ગ માની રહ્યો છે તેમનામાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ત્યારે આંધ્રપ્રદેશમાં છે એવું જ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનશે.
તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડના સભ્ય તરીકેની પ્રથમ બેઠકમાં ડો.કેતન દેસાઈએ બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ ગુજરાતમાં તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવવા અંગેનો હતો. બોર્ડે તેમની રજૂઆત સાંભળીને સકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ સાથે જ બોર્ડે કહ્યું કે જો ગુજરાત સરકાર 8 થી 10 એકર જમીન આપે તો તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ ગુજરાતમાં પણ તિરુપતિ બાલાજીનું ભવ્ય મંદિર બનાવશે અને મંદિર ગાંધીનગરમાં બને તેવું પણ હાલ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં આ મંદિર બનશે તો એક ગુજરાતના પાટનગર ગાંધીનગર અને મેગાસીટી અમદાવાદની આસપાસ બને તેવી પ્રબળ શકયતા છે. ત્યારે જોવું રહ્યું કે આ અંગે ક્યારે સત્તાવાર જાહેરાત થશે.
તિરુપતિ ટ્રસ્ટ આવનારા દિવસોમાં 240 કરોડ રૂપિયા ના વિવિધ વિકાસ કામો હાથ ધરશે એટલું જ નહીં તિરુમલા મંદિર ખાતે પ્રસાદ કાઉન્ટર માટે અત્યારે 4.15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. સામે મેડિકલ સાયન્સ ઇન્સ્ટિટયૂટ હોસ્પિટલમાં જે 302 ની સગવડતા હતી તેને 1200 બેડ સુધી પહોંચાડવા માટે 97 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે અને સેનિટેશન વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે ટ્રસ્ટ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એટલું જ નહીં કચરાનો ગરકાવ ન થાય તે માટે હાલ પ્લાસ્ટિકના ડસ્ટબીનો ને સ્ટેન્ડના ડસ્ટબીન સાથે રિપ્લેસ કરવામાં આવશે અને જેના માટે 3.10 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.