Abtak Media Google News

સવારે બે કલાકમાં જેતપુર કુતિયાણા, જેતપુર, માણાવદરમાં એક ઈંચ, ભાણવડ, ભેંસાણ, ધોરાજીમાં પોણો ઈંચ, જાફરાબાદ, મેંદરડા, વંથલીમાં અર્ધો ઈંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં શનિવારથી મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. આજે સવારથી સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં કયાંક ધીંગી ધારે તો કયાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં 45 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી ગયો હતો સામાન્ય રીતે શનિવારથી વરસાદ પડવાનું શરુ થાય તો સતત એક સપ્તાહ સુધી મેઘ મહેર ચાલુ રહેતી હોય છે જેને ગુજરાતીમાં હેલી કહેવામાં આવે છે મેઘરાજા સતત ત્રણ દિવસથી કૃપા વરસાવી રહ્યા છે. હવે હેલી કરે તેવી શકયતા પણ સુખદ સંભાવના જણાય રહી છે.

સૌરાષ્ટ્રના 79 તાલુકાઓ પૈકી 58 તાલુકાઓમાં રવિવારે મેઘ કૃપા વરસી હતી. દરમિયાન આજે સવારથી રાજયના 33 તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. સવારે બે કલાકમાં જેતપુરમાં એક ઇંચ, કુતિયાણામાં એક ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત ભેંસાણ, ધોરાજી, પોરબંદરમાં પોણો ઇંચ ભાણવડ, માળીયા હાટીનામાં અર્ધાઇંચ વરસાદ પડયો હતો. વંથલી, બગસરા, રાણાવાવ, માંગરોળ, જુનાગઢ, ઉપલેટા, જાફરાબાદ, માણાવદર, કેશોદ, રાજુલા, જામકંડોરણા અને ઉનામાં ઝાપડા પડયા હતા. વાવણી લાયક વરસાદ બાદ બીજા રાઉન્ડમાં કાચુ સોનુ વરસતા જગતાત ખુશખુશાલ થઇ ગયો હતો. રાજકોટમાં પણ મેધાવી માહોલ છવાયો છે.

જળવૈભવ: 21 જળાશયોમાં નવા નીરની આવક

ઉંડ-2માં  18.04 ફૂટ,સપડામાં 13.81 ફૂટ, વગવડયામાં 10.17 ફૂટ, કંકાવટીમાં 9.25 ફૂટ, રૂપારેલમાં  8.37 ફૂટ પાણીની આવક:  આજી-2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલાયા

સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવારે   વરસેલા  વરસાદના કારણે  જળાશયોનો જળ વૈભવ વધ્યો છે આજે સવારે પૂરા થતા   છેલ્લા 24 કલાક દરમિયાન  21 ડેમમાં માતબર પાણીની આવક થવાપામી છે.રાજકોટના માધાપર  પાસે આવેલા આજી-2 ડેમમાં પાણીની  આવકમાં વધારો  થતા ડેમના ચાર દરવાજા દેોઢ ફૂટ  સુધી ખોલવામાં આવ્યા હોય હેઠવાસના ગામોનાં લોકોને નદીના પટ્ટમાં  અવર જવર ન કરવા તાકીદ કરવામાં આવી છે. જામનગર જિલ્લાનો સપડા ડેમ  છલકાય ગયો છે.

રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે    8 વાગ્યે પૂરા થતા છેલ્લા 24  કલાક દરમિયાન 21 જળાશયોમાં   નવા નીરની આવક થવા પામી છે.  રાજકોટ જિલ્લાના આજી.1 ડેમમાં 0.26 ફૂટ,આજી-2 ડેમમાં 0.66 ફૂટ, આજી-3 ડેમમાં  1.12 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.16 ફૂટ, ન્યારી-2  ડેમમાં  0.98 ફૂટ, અને લાલપરીમાં નવુ  0.33 ફૂટ પાણીની આવક થવા પામી છે.મોરબી   જિલ્લાના  એકમાત્ર  મચ્છુ-2 ડેમમાં 0.13 ફૂટ પાણીની આવક થવાપામી છે. જામનગર જિલ્લાના  અનેક જળાશયોમા પાણીની માતબર આવક થવા પામી છે.ફુલઝર-1 ડેમમાં 1.15 ફૂટ,સપડા ડેમમાં 13.81 ફૂટ,વિજરખીમાં  4.79 ફૂટ,  ઉંડ-3 ડેમમાં  0.69 ફૂટ, રંગમતી ડેમમાં  6.40 ફૂટ, ઉંડ-1 1.35 ફૂટ, કંકાવટીમાં  9.25 ફૂટ,  ઉંડ-2 ડેમમાં  18.04 ફૂટ, વાડીસંગમાં 1.41 ફૂટ, ફુલઝર (કોબા)માં 0.10 ફૂટ,રૂપારેલ ડેમમાં  8.37 ફૂટ, અને  વગડીયામાં 10.17 ફૂટ પાણીની આવક  થવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો -2 (ધોળીધજા)માં  0.20 ફૂટ, ફલકુમાં  0.16 ફૂટ અને ધારી ડેમમાં  0.82 ફૂટ પાણીની આવક થવા પામી છે. બિપરજોય વાવાઝોાની અસરના કારણે  સૌરાષ્ટ્રભરમાં વરસેલા ભારે વરસાદના   કારણે પ્રથમ  રાઉન્ડમાં  નદીનાળા અને ચેકડેમ છલકાય ગયા હતા. જેના કારણે  હવે સામાન્ય ઝાપટુ પડે છેતો પણ જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે.

ચોમાસાના  સત્તાવાર  આગમનની સાથે જળાશયોમાં  નવાનીરની  આવક શરૂ થઈ  જવા પામી છે.  જેના કારણે જામનગરના હૈયે ટાઢક  વ્યાપી  જવા પામી છે.

મેધ રાજી હેલી કરશે?

મેધરાજા શનિવારથી હેત વરસાવવાનું શરુ કરે તો સતત એક સપ્તાહ સુધી વરસાદ પડતો હોય છે. શનિવારથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં વરસાદ પડી રહ્યો છે. હજી ચાર દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે. મોડા પડેલા મેધરાજાએ જમાવટ કરતી એન્ટ્રી કરી છે. સૌરાષ્ટ્રમા મેધરાજી આરંભ જ હેતની હેલી કરે તેવી સુખદ સંભાવના જણાય રહી છે.

રાજકોટમા દોંઢ ઇંચ મોસમનો 11 ઇંચ વરસાદ વરસી ગયો

રાજકોટમાં રવિવારે આખો દિવસ મેઘાવી માહોલ રહ્યો હતો ર4 કલાક દરમિયાન શહેરમાં દોઢ ઇંચ જેટલું પાણી પડયું હતું. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. સવારથી વાદળ છાયું વાતાવરણ છવાયું છે. શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 34 મીમી (સીઝનનો કુલ ર71 મીમી), વેસ્ટ ઝોનમાં 3પ મીમી (સીઝનનો રપ0 મીમી), જયારે ઇસ્ટ ઝોન વિસ્તારમાં

ર8 મીમી (સીઝનનો કુલ 204 મીમી) વરસાદ પડયો હતો. હવામાન વિભાગના રેકોર્ડ પર રાજકોટ શહેરમાં 30 મીમી વરસાદ પડયા છે. સીઝનનો સાડા છ ઇંચ જેટલો વરસાદ પડયાનું નોંધાયું છે. ગઇકાલે સાંજના સમયે શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે 1પ0 ફુટ રીંગ રોડ પર પાણી ભરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.