Abtak Media Google News

સિંગલ ડે નજીક છે ત્યારે તમને કોઈ સાથીદાર ના હોવાનું દૂ:ખ છે? તો તમારા દુખ ને  દૂર કરવાના બહાને ચીનની એક કંપની સિંગલ ડે ઉપર સિંગલ્સને આજીવન અનલિમિટેડ દારૂ પીવાની સ્કીમ આપી રહી છે. દારૂ બનવનાર કંપની ૧૭૦૦ ડોલર (લગભગ ૧ લાખ રૂપિયા)માં આજીવન દારૂ પીવડાવશે, આ કંપનીનું નામ ચ્યાંગશ્યાવબાઈ છે. આ ઓફરનો લાભ ૯૯ ભાગ્યશાળી ગ્રાહકોને મળશે. જેમને આજીવન દર મહીને ૧૨ બોટલોથી ભરેલું બોક્સ અપાશે. કંપનીએ આ જાહેરાત અલીબાબાના બીજનેસ તો કસ્ટમર પ્લેટફોર્મ ઉપર કરી છે. આટલી સસ્તી કિમતમાં શરાબ આપવાની જાહેરાત બાદ કંપની કેટલા દિવસ સુધી માર્કેટમાં ટકી શકશે તે અંગે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.