યુવાન,કિશોર અને મહિલાનું ખેતરમાં કામ કરતા હતા ત્યારે આકાશમાંથી મોત આવ્યું

સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડયો હતો ત્યારે વીજળીએ સાયલા તાલુકાનાં બે ગામોમાં એક યુવાન અને એક કિશોર અને જસદણના કડુકા ગામે એક મહિલાનો મોત નીપજતાં હડકંપ મચી જવા પામી છે.

પ્રથમ બનાવની વિગતો મુજબ સાયલાના ધમરાળા ગામના ખેતરમાં રૈયાભાઇ બાંભવા ભરવાડના પત્ની હેમુબેન, પુત્રી અને પુત્ર સાથે નીદામણ કરતા હતા વિજળીના જોરદાર કડાકા ભડાકા થતા તેઓ આડા પડી ગયા હતા અને થોડા સમય બાદ કડાકા શાંત થતા તેનો 13 વર્ષનો પુત્ર વરંજાગ બેભાન થઈ જતા ચોટીલા લાવવામાં આવતા ફરજ ઉપરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો જયારે

જ્યારે બીજા બનાવમાં સાયલાના નવાગામ ખાતે ખેતરમાં 33 વર્ષ ના યુવાન ચેતન રઘુભાઇ અને અન્ય કપાસ નીદતા હતા અને જોરદાર વિજળીના કડાકો પ્રકાશ સાથે તેઓની ઉપર પડતા તેમનું કરુણ મોત નિપજ્યું હતું.

જ્યારે ત્રીજા બનાવમાં જસદણ તાલુકાના કડુકા ગામે પાયલબેન સંજયભાઈ બેરાણી(ઉ.વ.24) બપોરના સમયે ખેતરમાં કામ કરતી હતી. તે દરમિયાન તેના પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.અને પરિવારજનો દ્વારા મહિલાના મૃતદેહને પી.એમ. અર્થે જસદણની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.