અવિભાજિત કુટુંબની મિલ્કતમાં હિસ્સા બાબતે આજે સુપ્રીમ આપી શકે છે ચુકાદો
સુપ્રીમ કોર્ટે બુધવારે હિન્દુ પ્રથા અંગે એક રસપ્રદ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, શું રદબાતલ અથવા રદ કરી શકાય તેવા લગ્ન એટલે કે લગ્ન જીવન બહારથી જન્મેલુ સંતાન ફકત માતા-પિતાની મિલકતનો હકદાર હશે કે હિંદુ અવિભાજિત કુટુંબ (એચયુએફ)ની મિલકતો એટલે કે વારસાઈ હકનો સહભાગી થઇ શકે કે કેમ?
સુપ્રીમ કોર્ટ હાલ જે મામલાની સુનાવણી કરી રહી છે તેમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે, લગ્ન જીવન બહારથી જન્મેલા સંતાનને કાયદેસરની પત્નીથી જન્મેલા સંતાન માફક જ વારસાઈ હકો આપી શકાય કે કેમ? આ પ્રકારના સંતાનને પિતાની સ્વપાર્જિત મિલ્કતમાં હિસ્સો આપવામાં આવે છે. જો કે, હિન્દૂ લગ્ન અધિનિયમની કલમ 16(3) હેઠળ એવી સ્પષ્ટતા કરવામાં આવેલી છે કે, અનૌરસ સંતાનને પિતા સિવાય અન્ય કોઈ પણ પરિવારના સભ્યની સંપત્તિમાં હિસ્સો મળી શકે નહીં. હાલ અવિભાજિત કુટુંબમાં માન્ય લગ્નોથી જન્મેલ દરેક બાળક જન્મ લે તે ક્ષણે સંયુક્ત-માલિકીની મિલકતના હિસ્સા માટે હકદાર છે.
અનેક દલીલો પછી પણ જ્યારે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની બેન્ચે ચુકાદો અનામત રાખવાનો ઈરાદો રાખ્યો હતો. ત્યારે ઘણા વકીલોએ આ મુદ્દા પર તેમની રજૂઆતો કરવા ઈચ્છતા હતા, જેના કારણે કોર્ટને ગુરુવારે વધુ સુનાવણી સુનિશ્ચિત કરવાની ફરજ પડી હતી. આ મુદ્દાની ઉત્પત્તિ કર્ણાટકની એક ટ્રાયલ કોર્ટમાંથી હતી, જેણે 2005 માં ચુકાદો આપ્યો હતો કે ગેરકાયદેસર લગ્નથી જન્મેલા બાળકોનો માતાપિતાની પૂર્વજોની મિલકતો પર કોઈ સહભાગી અધિકાર નથી. જિલ્લા ન્યાયાધીશે ટ્રાયલ કોર્ટના મતને ઉલટાવી દીધો.
જો કે કર્ણાટક હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, હિંદુ લગ્ન અધિનિયમની કલમ 16(3) સ્પષ્ટ કરે છે કે ગેરકાયદેસર બાળકો પાસે માત્ર તેમના માતા-પિતાની સંપત્તિ પર અધિકાર છે. કહેવામાં આવ્યું છે કે એકવાર માતા-પિતાના મૃત્યુ પર પૈતૃક સંપત્તિનું વિભાજન થઈ જાય પછી અનૌરસ સંતાન તેના માતાપિતાને ઉપાર્જિત મિલકતના હિસ્સામાં હિસ્સો મેળવી શકે છે, પરંતુ ચેતવણી સાથે કે જો આવા માતા-પિતા વીલ કર્યા વિના મૃત્યુ પામ્યા હોય તો જ આવો અધિકાર પ્રાપ્ત થશે.