Abtak Media Google News

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો 13998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા આદેશ

ગુજરાત ન્યુઝ

Advertisement

ગુજરાતમાં હવે જૂની હિન્દી ફિલ્મ ‘દામીની’ નો ડાયલોગ નહીં સાંભળવા મળે. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કોરટમાં જ્યારે કેસ્ન્દખલ થાય છે ત્યારે તેનો નિકાલ કેટલા સમયે થશે એ કહેવું મુશ્કેલ છે. અને બસ પછી ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ આ ડાયલોગ જ યાદ આવે છે. પરંતુ હવે એ ડાયલોગ ભૂતકાળ બની જશે. ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય આ સમસ્યાનો ઉકેલ લાવશે.

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલનો મહત્વનો નિર્ણય

હવે પાંચથી દસ વર્ષ અને તેનાથી પણ વધુ જુના કેસોમાં 57 દિવસમાં જ ન્યાય મળશે. 13998 જુના કેસોનો ત્વરિત નિકાલ કરવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આદેશ આપ્યો છે. 1 સપ્ટેમ્બર થી 27 ઓક્ટોબર સુધીમાં તમામ કેસની સુનાવણી પૂર્ણ થયા પછી ચુકાદો આવી જાય તે પ્રકારની સૂચના આપવામાં આવી છે.

વકીલોને ઈમેલથી આપવામાં આવશે તારીખ…

આ આદેશ મુજબ રાજ્યના વકીલોને ઈમેલથી તારીખ આપવાનો નવતર પ્રયોગ અમલમાં આવશે. ગુજરાત હાઇકોર્ટના નવા નિર્ણયથી વકીલ વર્તુળ અને લોકોમાં પણ રાહતની લાગણી અનુભવાઈ રહી છે. તો જોવું એ રહ્યું કે આ નવતર પ્રયોગ લોકોને અને વકીલોને કેટલો ફળદાયી નીવડશે?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.