Abtak Media Google News

કબજિયાતની તકલીફ નાનાથી લઇ મોટા તમામ લોકોને અવારનવાર પરેશાન કરતી હોય છે. કેટલાક લોકોને કબજીયાતની કાયમી સમસ્યા રહે છે, જેનું કારણ ઘણી વખત અણધડ લાઈફસ્ટાઈલ પણ માનવામાં આવે છે કબજિયાત ગંભીર રોગોનું પણ કારણ બની શકે છે. જેથી તેનો યોગ્ય ઉપચાર જરૂરી છે.

  •  એક ચમચો મકાઇની સાક્વાળી ચાસણી કરીને ૮ ઔંસ પાણી ભેળવીને પીવું.
  • દિવસમાં બેવાર દૂધમાં વધાર્ર સાકર અથવા મધ નાખીને લેવું.
  • જમરૂખ (બી સાથે) ખાવાથી પેટ સાફ આવે છે.
  • વધારો ફળાહાર લેવાથીં ખાસ કીને સૂકી કાળી દ્રાક્ષ, જમરૂખ, લીલી અને કાળી દ્રાક્ષ, સંતારાનો રસ અને પપૈયાથી કબજીયાતમાં ફઅરક પડે છે.
  • સગી અને જુવાન બાળકોને થુલીવાળુ ધાન્ય આપવાથી કબજીયાત મટે છે.
  • અજમો અને સોનામુખીનું ચુર્ણ હૂંફાળા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
  • પાકા ટામેટાનો એક કપ રસ પીવાથી આંતડાનો મળ છૂટો પડી કબજીયાત મટે છે.
  • નયણા કોઠે સવારમાં થોડું ગરમ પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • લીબુંનો રસ ઠંડા અથવા ગરમ પાણીમાં નાખી સવારે અને રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
  • ખજુરને રાત્રે પલાળી સવારે મસળી, ગાળીને તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, એક ચમચી મધ મેળવી પીવાથી કબજીયાત મટે છે.
  • કાળી દ્રાક્ષને રાત્રે ઠંડા પાણીમાં પલાળી રાખી સવારે દ્રાક્ષને મસળી ગાળી તે પાણી પીવાથી કબજીયાત મટે છે.
  • રાત્રે સુતી વખતે એકાદ બે સંતરા ખાવાથી કબજીયાત મટે છે.
  • ત્રણ ગ્રામ મેથીનું ચુર્ણ સવાર સાંજ ગોળ અને પાણી સાથે લેવાથી કબજીયાત મટે છે.
  • ચાર ગ્રામ હરડે અને એક ગ્રામ તજ, સો ગ્રામ પાણીમાં ગરમ કરી તે ઉકાળી રાત્રે તથા સવારના પહોરમાં પીવાથી કબજીયાત મટે છે.
  • રોજ સવારે એક ગ્લાસ ઠંડા પાણીમાં અને રાત્રે દૂધમાં બે ચમચી મધ મેળવીને પીવાથી કબજીયાત મટે છે.
  • અજમાના ચૂર્ણમાં સંયોરો નાખી ફાકવાથી કબજીયાત મટે છે.
  • તુલસીના ઉકાળામાં સિંધવ અમે સૂંઠ મેળવી ફાકવાથી કબજીયાત મટે છે.
  • જાયફઅળ લીંબુના રસમાં ઘસીને તે ઘસરો લેવાથી કબજીયાત મટે છે.
  • કાંદાને ગરમ રાખમાં શેકી રોજ સવારે ખાવાથી કબજીયાત મટે છે, અને શક્તિ વધે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.