Abtak Media Google News

મોરબીના ૨૬ ગામોમાં તાલુકા પોલીસ અને બીએસએફ દ્વારા ફ્લેગ માર્ચ કરાયો

મોરબી જિલ્લાના સંવેદનશીલ ગણાતા માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને મોરબી તાલુકાના ૨૬ ગામોમાં  ગઈકાલે પોલીસ અને  અર્ધલશ્કરી દળોના જવાનોએ  ફ્લેગમાર્ચ કર્યુ હતું.

આગામી વિધાનસભા ચૂંટણીમાં ભંગ ફોડીયા તત્વો કાબુમાં રહે તે માટે ચૂંટણી પંચની સૂચનાથી સંવેદનશીલ વિસ્તારોમાં અત્યારથી જ અર્ધ લશ્કરી દળોને ફરજ સોંપાઈ છે જે અન્વયે આજે માળીયા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલાએ અર્ધલશ્કરી દળોના જવાનોને સાથે રાખી માળીયા મિયાણા ના છેવાડાના ગ્રામ્યવિસ્તારો જેવા કે વિદરકા, ખીરઈ, અંજીયાસર, કાજરડા, દેરાળા, નવાગામ સહીત ના ગામમા ફુટ પેટ્રોલીંગ કરી ફ્લેગમાર્ચ કર્યુ હતુ.

ઉલ્લેખનીય છે કે  માળીયા મિયાણા વિસ્તાર સંવેદનશીલ હોવાથી ચુંટણી શાંતિપૂર્ણ માહોલમા યોજાઈ તે માટે માળીયા મિયાણા પોલીસે કમરકસી લીધી છે અને આવારાતત્વોને અવળચંડાઈ ન કરવા પ્રથમથી જ બોલાવીને પીએસઆઈ જે.ડી.ઝાલા દ્વારા કડક સુચના આપી દેવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત મોરબી તાલુકામાં તાલુકા પોલીસે બીએસએફના જવાનો સાથે મળી ઘુંટુ, માંડલ, આંદરણા,જીવાપર,  ચકમપર, જેતપર, જોધપર (નદી), મકનસર,ગિડચ,સહિતના ૨૬ ગામોમાં ફ્લેગમાર્ચ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.