Abtak Media Google News
  • એ ડીવીઝને દરોડો પાડી રૂ. 20.54 લાખનો નશાકારક દ્રવ્ય સાથે સંચાલકની ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નંબર 1/2 વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટ નામના ગોડાઉનમાં દરોડો પાડતા ગોડાઉનમાંથી નશાકારક કોડીન યુક્ત સીરપની 10,000 નંગ બોટલ કી.રૂ.20,54,800/-નો મુદામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ગોડાઉનમાં હાજર ગોડાઉન-સંચાલકની અટક કરવામાં આવી છે જયારે આરોપી રાજકોટના ગોડાઉન માલિક હાજર નહિ મળતા હાલ એ ડિવિઝન પોલીસે કોડીન કફ સીરપનો જંગી જથ્થો કબ્જે લઇ બંને આરોપી તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

મોરબી:ગુજરાત રાજયના ગૃહ મંત્રીએ ગુજરાત રાજયમાં નશીલી ચીજવસ્તુનુ ચોરીથી થતું વેચાણ તથા હેરાફેરી સદંતર બંધ કરાવા સુચના કરેલ હોય જે અનુસંધાને રાજ્યના ડીજીપી દ્વારા સમગ્ર ગુજરાત રાજયમાં અસરકારક કામગીરી કરવા આદેશ કરતા મોરબી જીલ્લાના ઉચ્ચ અધિકારીઓએ મોરબી જીલ્લામાં નારકોટ્રીકસને લગતા કેસો કરવા અને આવી ગેરકાયદેસરની પ્રવૃતિ સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય જે અન્વયે મોરબી જીલ્લા પોલીસ પ્રયત્નશીલ હોય તે દરમિયાન મોરબી સીટી એ ડિવિઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે લાતી પ્લોટ શેરી નં.1/2ની વચ્ચે શ્રીહરીકૃપા ટ્રાન્સપોર્ટમાં એબોટ કંપનીની ફેન્સીડીલ નામની નશાકારક કોડેઇન યુકત કફ સીરપનો ગેરકાયદેસરનો જથ્થો રાખ્યો હોય તેવી ચોક્કસ બાતમીને આધારે રેઇડ કરી હતી.

જે રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી નશાકારક કોડીનયુક્ત સીરપની બોટલો નંગ-10,000 કી.રૂ.20,54,800/- આ સાથે આરોપી ગોડાઉન સંચાલક આશીફ આમદભાઇ રાઠોડ ઉવ.40 રહે.મોરબી વાવડી રોડ, ભારતપાન વાળી શેરીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે શ્રીહરિકૃપા ટ્રાન્સપોર્ટ ગોડાઉનનો  માલિક ગોપાલભાઇ પરબતભાઇ ભરવાડ રહે. રાજકોટ રેઇડ દરમિયાન હાજર મળી ન આવતા તેને ફરાર દર્શાવી તેની અટકાયત કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગોડાઉ સંચાલક તથા ગોડાઉન માલિક તથા તપાસમાં ખુલ્લે તેના વિરુદ્દ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

આ સફળ કામગીરીમાં મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઇ પી.આર.સોનારા, એએસઆઈ  કિશોરભાઇ ગોવિંદભાઇ મકવાણા, જનકભાઇ છગનભાઇ મારવાણીયા, પો.હેડ કોન્સ. અરવિંદભાઇ માવજીભાઇ ઝાપડીયા, પો.કોન્સ. રમેશભાઇ લાલજીભાઇ કાનગડ, કિશનભાઇ ધીરૂભાઇ મોતાણી તથા એ ડિવિઝન સ્ટાફ રોકાયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.