Abtak Media Google News

વાંકાનેરના જામસર ગામના સરપંચે તેના મોટા ભાઈ પર લાકડી વડે હુમલો કરી માર મારતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં બનાવની જાણ થતા જ પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી આવ્યો હતો અને મોટાભાઈ ની ફરિયાદ પરથી નાનાભાઈ સરપંચ વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

ઘર પાસેથી રેતી ભરેલા ટ્રક ચાલવાની મોટાભાઈએ ના પાડતા લાકડી વડે માર માર્યો

વિગતો મુજબ વાંકાનેરના જામસર ગામે રહેતા ચતુરભાઈ ભનુભાઈ દેવડીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધ પર તેમના સગા નાનાભાઈ અને ગામના સરપંચ પતુભાઈ ભનુભાઈ દેવડીયા દ્વારા લાકડી વડે હુમલો કરી માર મારતા તેમને ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં બનાવની જાણ થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,ચતુરભાઈ ભનુભાઈ દેવડીયા ઘર પાસેથી રેતી ભરેલા ટ્રકો પસાર થતા હોય તે બાબતે તેના નાના ભાઈને વાતચીત કરવા માટે ગયા હતા તે સમયે ઉશ્કેરાય પતુભાઈએ હુમલો કરી માર માર્યો હતો. જેથી હાલ પોલીસ દ્વારા બનાવ મામલે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તપાસમાં જાણવા મળ્યું હતું કે ચતુરભાઈ ગામમાં કરિયાણાની દુકાન ધરાવે છે. અને તેને સંતાનમાં બે પુત્ર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.