23 જાન્યુઆરીએ પ્રથમ દિવસે રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી, તે જ સમયે બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા પણ ભીડમાં દર્શન કરવા પહોંચ્યા હતા. વિડીયો થયો વાયરલ ..

  • અયોધ્યા રામલલાના દર્શન માટે દરરોજ લાખોની સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે
  • આ અભિનેતા મફલર વડે ચહેરો છુપાવીને રામલલાના દર્શન કરવા માટે પંહોચ્યાં.
  • હાલ એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લાખોની સંખ્યામાં લોકો રામલલાના દર્શન કરવા આવી રહ્યા છે. જણાવી દઈએ કે રાજનેતાઓ, બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા.

23 જાન્યુઆરીએ પ્રથમ દિવસે રામલલાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તે જ સમયે બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા પણ તે જ ભીડમાં પહોંચ્યા હતા. હાલ એમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વિડીયોમાં જોઈ શકે છે કે અભિનેતા મફલર વડે ચહેરો છુપાવીને રામલલાના દર્શન કરવા માટે પંહોચ્યાં હતા, જેથી લોકો તેમને ઓળખી ન શકે. આ અભિનેતા બીજું કોઈ નહીં પણ અનુપમ ખેર હતા, જે મંગળવારની સવારે ભગવાન રામના દર્શન કરવા સામાન્ય માણસની જેમ મંદિર પહોંચ્યા હતા.

અભિનેતાએ પોતે એમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતાં લખ્યું કે. ‘કૃપા કરીને અંત સુધી જુઓ: ગઈકાલે હું આમંત્રિત મહેમાન તરીકે રામ મંદિર ગયો હતો! પણ આજે બધા સાથે શાંતિથી મંદિરે જવાનું મન થયું. ભક્તિનો એવો સાગર જોયો કે મારું હ્રદય ઊભરાઈ આવ્યું. રામજીના દર્શન માટે લોકોનો ઉત્સાહ અને ભક્તિ જોવાલાયક હતી. હું જવા લાગ્યો ત્યારે એક ભક્તે મારા કાનમાં કહ્યું કે, ‘ભાઈ, મોઢું ઢાંકશો તો કંઈ નહીં થાય! રામલલા તમને ઓળખી ગયા! જય શ્રી રામ.’

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.