Abtak Media Google News
  • રાજ્યભરમાં ઠંડાગાર પવન ફુંકાતા વહેલી સવારે અને રાતે ઠંડીનો અનુભવ
  • દિવસનું તાપમાન હજુ 28 ડિગ્રીની આસપાસ રહેતા દિવસે ગરમીનો અનુભવ

Screenshot 2 12 ગુજરાતમાં ફરી ઠંડી વધી છે. કાતિલ ઠંડીથી જાણે હિમયુગ આવ્યો હોય તેવુ અનુભવાઈ રહ્યું છે. ગુજરાતમાં ફરી એકાએક ઠંડીનું જોર વધ્યું વધ્યું છે. 13.8 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે. તો ગુજરાતના અન્ય શહેરોમાં પણ ઠંડીનો પારો ડાઉન થયો છે. ગાંધીનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 13.9 ડિગ્રી, રાજકોટનું 15.2 અને ડીસાનું 14.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. તેમાં કોઈ બદલાવ નહિ આવે. પાંચથી છ દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાનની આગાહી છે. તો અમુક જગ્યાએ એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.

Advertisement

આગામી 2 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ રહેશે. આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે. હવામાન વિભાગે આગામી દિવસો દરમિયાન દેશના ઉત્તરીય પર્વતિય વિસ્તારમાં બરફ વર્ષા અને વરસાદ થવાની આગાહી કરી છે.

કેટલાક ભાગોમાં તો આજથી વરસાદ અને બરફ પડવાની શરૂઆત પણ થઇ ગઇ છે. ત્યારે આગામી દિવસોમાં ઉત્તર દિશા તરફથી ઠંડા અને સૂકા પવન ફૂંકાતા રાજ્યમાં પણ ઠંડીનું જોર વધવાની શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 8 ડિગ્રીની નીચે જવાની શક્યતા છે. ઉપરાંત રાજ્યના વિવિધ શહેરના તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો થવાની અને દિવસનું તાપમાન પણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે આગામી એક બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારમાં ગાઢ વાદળો છવાય તેવી પણ શક્યતાઓ છે. વહેલી પરોઢે ઠંડી વર્તાઇ હતી. ખાસ કરી ગ્રામ્યના અંતરિયાળ ભાગોમાં કાતિલ ઠંડીનો સામનો લોકોએ કરવો પડ્યો હતો. જો કે, દિવસનું તાપમાન હજુ 28 ડિગ્રીની આસપાસ રહેતા દિવસે હજુ ગરમી વર્તાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.