Abtak Media Google News

ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત માત્ર ટ્રેલર છે: માંગરોળમાં જાહેરસભામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહની સટાસટી

“ગઇકાલ સુધી કોંગ્રેસ કહેતી હતી કે કોંગ્રેસ આવે છે. પરંતુ ઉતરપ્રદેશની ૧૬ મ્યુનિ. કોપોઁરેશનની ચુંટણીમાં કોંગ્રેસના સુપડા સાફ કરી યુ.પી.એ નક્કી કરી નાંખ્યું છે કે કોંગ્રેસ જાય છે.”એમ કહી માંગરોળ ખાતે આજે યોજાયેલી જાહેરસભામાં ભા.જ.પ.ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહે કોંગ્રેસ પર તડાપીટ બોલાવી હતી.

શહેરના ટાવર ગ્રાઉન્ડ ખાતે બપોરે આયોજીત જાહેરસભામાં મ.પ્ર.ના જલ સંશાધન મંત્રી નરોતમ મિશ્રાએ યુ.પી. નગરપાલિકાઓમાં ભાજપના વિજયને ટ્રેલર ગણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભામાં ભાજપના ૧૫૧ બેઠકોના લક્ષયાંકને ધ્યાનમાં રાખીને હોદેદારોએ ૧૫૧ કમળના પુષ્પોથી અમીત શાહનું સ્વાગત કયુઁ હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગુજરાતને ભાજપનો ગઢ ગણાવ્યો હતો. રાજયમાં ભાજપરૂપી અંગદનો પગ હોવાનું કહી તેને ઉખાડવાની કોઈની તાકાત ન હોવાનું જણાવ્યું હતું.

જી.ડી.પી. મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે હવે જી.ડી.પી. ૫.૩ માંથી ૬.૩ થયો છે.ત્યારે અગાઉ જી.ડી.પી. નીચે જતા  વિકાસ ધીમો પડયાની કાગારોળ મચાવતા કોંગ્રેસના આગેવાનો કયાં છે?.

૧૦ વષઁમાં સોનિયા, મનમોહને જી.ડી.પી. ૪.૪ કરી નાંખ્યો હતો.તે ચા વેચવાવાળા મોદીએ ૪.૪ માંથી ૭ કયોઁ હતો.

રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કરી કહ્યું હતું કે અમેઠી મતવિસ્તારમાં ૫૦ વષઁથી તેમના પરિવારના સાંસદ છે. પરંતુ ત્યાં કલેકટર ઓફીસ સુધ્ધા ન હતી. સાથે જ સેંકડો ગામોમાં લાઈટનું દોરડું પણ ન પહોંચ્યુ હોવાનો આક્ષેપ કયોઁ હતો.

વધુમાં રોજગારીની વાતો કરતાં તેઓના વિસ્તાર અમેઠીમાંથી ૧૩,૬૭૨ લોકો રોજગારી માટે ગુજરાતમાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.અંતમાં કોંગ્રેસ જાતિવાદને આધારે     અને ભાજપ વિકાસવાદને આધારે ચુંટણી લડતી હોવાનું કહી ચુંટણીમાં બટન માંગરોળમાં દબાય અને કરંટ ઈટાલીમાં લાગે તેવું કરવા ઉપસ્થિત જનમેદનીને અનુરોધ કયોઁ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.