Abtak Media Google News

માંગરોળ સમાચાર

માંગરોળ નજીક માનખેત્રા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા તેમજ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . આ કાર્યક્રમમાં લોકોએ  અલગ અલગ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો . વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગામના આગેવાનો અને વિવિધ  મંડળો તેમજ મહિલાઓ દ્વારા કળશ પૂજન કરી સંકલ્પ યાત્રાને વધાવવામાં આવી ‌હતી . આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ‌, માંગરોળ ધારાસભ્ય  ભગવાનજીભાઈ કરગઠિયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ભાવેશ ડાભી, મામલતદાર કચેરીની અલગ અલગ ટીમો ,આરોગ્ય અધિકારી  ડાભી સાહેબ, પ્રતિનિધિ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બાલુ કોડીયાતર
સહિત અનેક કાર્યકરો અને તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા .

નીતિન પરમાર

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.