- રાજકોટના આંગણે જીવનના સુખ-દુ:ખમાંથી કાયમી મૂકિતનો અનુભવ કરાવતો સત્સંગ જ્ઞાનવિધી કાર્યક્રમ
- શનિ-રવિ પૂ. દિપકભાઇ દેસાઇ સાથે ‘સુઝ કોમન સેન્સ’ અને ‘પિછાણ અસલી જ્ઞાતિ તણી’ વિષયે પ્રશ્ર્નોતરી
- જ્ઞાનવિધી એ આત્મ સાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એક પણ ચીંતા કે દુ:ખ સ્પર્શે નહીં: પૂ.દિપકભાઇ
પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થકી જીવનના સુખ અને દુ:ખમાંથી કાયમી મુક્તિનો અનુભવ કરાવતો સત્સંગ અને જ્ઞાન વિધિનો કાર્યક્રમ,રાજકોટમાં કાર્તિક પાર્ટી પ્લોટ, 80 ફૂટ રોડ, કુવાડવારોડ, રાજકોટના આંગણ ેતારીખ 9 થી 11 ફેબ્રુઆરીના રોજ યોજવામા આવલે છે.
આ દુષમકાળમાં મનુષ્યની શાશ્વત સુખ માટેની શોધ મૃગજળ સમાન રહે છે.ત્યાં દુ:ખોની પરંપરા જીવનમાં ચાલ્યા જકરે છે.અનંતકાળથી ભટકતાં જીવને ક્યાંય કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાંએ સુખની પ્રાપ્તિ થતી નથી અને આ કાળચક્રમા ંસપડાઈ જન્મ-મરણના ફેરામાં અટવાયેલો રહે છે. આકળીકાલના કળયુગી જીવા ેમાટે રણમા ંમીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન પ્રગટયાં અને લાખો લોકોને આત્મ જ્ઞાન પમાડી આત્યંતિક મુક્તિનો સ્વાદ ચખાડ્યો.આ આત્મ જ્ઞાન મળ્યા પછી દેહ અને આત્માનો છુટાપો વર્તાય છે, પોતાના દોષો દેખાય છે અને સમતાપૂર્વક પોતાના કર્મો ખપાવીને આત્માનંદ વર્તાયા કરે છે.
પૂજ્ય શ્રી દીપકભાઈ દેસાઈ સાથે અનુક્રમે સૂઝ – કોમન સેન્સ અને પિછાણ અસલી જ્ઞાની તણી વિષયો ઉપર પ્રશ્નોત્તરી સત્સંગ યોજવામાં આવેલ છે. જેમાં આ વિષયોની ઊંડી છણાવટ સાથે વ્યવહાર અને અધ્યાત્મને લાગતા મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન મેળવી શકાશે. જ્ઞાનવિધિ એ આત્મ સાક્ષાત્કાર માટેનો બે કલાકનો અદભુત વૈજ્ઞાનિક પ્રયોગ છે. જેમાં સંસાર વ્યવહારની ફરજો બજાવવા છતાં એકપણ ચિંતા કે દુ:ખ સ્પર્શે નહીં તે રીતે જીવન જીવવાની ઉમદા સમજણ પ્રદાન થાય છે. દેશ વિદેશના લાખો લોકો આ સમજણ પ્રાપ્ત કરીને જીવનને સુખમય બનાવી શક્યા છે. સર્વ દુ:ખોથી મુક્તિ શી રીત થાય તે જાણવા માટ ેજ આ જીવન જીવવાનું છે.
એટલું જ નહીં, આપ ઘેર બેઠા જ્ઞાનગંગા માણી શકો તે માટે દૂરદર્શન, અરિહંત, આસ્થા, રિશ્તે, ટીવી એશિયા વગેરે ટીવી ચેનલો ઉપર પૂજ્ય નીરુમા અને પૂજ્ય દીપકભાઈના પ્રશ્નોત્તરી સત્સંગનું ગુજરાતી અને હિન્દી ભાષામાં નિયમિત પ્રસારણ કરવામાં આવે છે. અક્રમ વિજ્ઞાન અને જ્ઞાન વિધિની વધુ વિગત www.dada bhagwan.org વેબસાઈટ ઉપર મેળવી શકાશે.