Abtak Media Google News
  • યુનિવર્સિટી પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુદ્ધ નોંધાતો ગુનો

રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક સામે કેટરર્સમાં ગેર પ્રવૃત્તિ અંગે શેઠને વાત કરતાં ઉના પંથકના યુવાન પર તેની સાથે રહેતાં ત્રણ શખ્સોએ ધોકાથી ફટકારી માથું ફોડી છરીના ઘા ઝીંકી હુમલો કર્યાની ફરિયાદ  યુનિવર્સિટી પોલીસે મથકે નોંધાઈ છે.

Advertisement

બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ નવીબંદરના અને શહેરના કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથકની સામે ભાડાની ઓરડીમાં રહેતાં  આદિલ હનિફભાઇ મન્સુરી એ યુનિવર્સિટી પોલીસ મથકે  ચંદો સોસા, નવાઝ શેખ અને અજાણ્યાં શખ્સ વિરૂદ્ધ મારમારી છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી છે.વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કેટરીંગના કામ કરે  છેત્યાં  તેમની સાથે કામ કરતા ચંદા અને નવાઝ બંન્ને કેટરર્સમા પ્રવુતી ઠીક ના લાગતા શેઠ હાર્દીકભાઈ પટેલને વાત કરેલ અને બંન્નેને ઠપકો આપી કેટરર્સમાથી કાઢી નાખવાની વાત કરેલ એ વાતનો ખાર રાખી તું શું કામ હાર્દિકભાઈને મારી વાતો કરેલી કહી ત્રણેય શખ્સો ઢીકાપાટુનો મારમાર્યો હતો

આ બનાવમાં આવેશ અને હુશેન વચ્ચે પડતા તેને પણ ત્રણેય શખ્સો માર મારવા લાગેલ અને નવાઝે છરી કાઢી આડેધડ છરીના ઘા યુવકને ઝીંક્યા હતાં વધુ દેંકારો થતાં  ચંદાએ કહેલ કે, ફરીયાદ કરતો નહી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ત્રણેય ફરાર થઈ ગયા હતા.. બાદમાં યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમા દાખલ કરેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકાંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.