રાજકોટ: નશો કરેલા શખ્સે યુવતીની છેડતી કરી વૃધ્ધને માર મારતા દારૂડીયાને ટોળાએ ઢીબી નાખ્યો

ત્રણ યુવતીઓએ નશો કરેલા શખ્સને માર માર્યો: નશામાં ભાન ભુલેલા શખ્સને પોલીસ હવાલે કરાયો

જ્યુબીલી બાગ નજીક દારૂનો નશો કરેલા શખ્સે યુવતીઓની સરા જાહેર છેડતી કરી બઘડાટી બોલાવી દીધી હતી. યુવતીની પજવણી કરતા દારૂડીયાને એક વૃધ્ધે ઠપકો દેતા ઉશ્કેરાયલા નશો કરેલા શખ્સે વૃધ્ધ પર હુમલો કર્યો હતો. યુવતીનું ઉપરાણું લેનાર વૃધ્ધને બચાવવા ત્રણ યુવતી સહિત ટોળુ એકઠું થઇ દારૂડીયાને લામધાર્યો હતો. નશો કરેલા શખ્સને ટોળાએ પોલીસને સોપી દીધો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લોધેશ્ર્વર સોસાયટીમાં રહેતા શક્તિ શંકરભાઇ ચૌહાણ નામનો શખ્સ દારૂનો નશો કરેલી હાલતમાં જ્યુબીલી બાગ પાસે પહોચ્યો હતો. જ્યુબીલી બાગ પાસેથી પસાર થતી યુવતીની છેડતી કરી પજવણી કરતો હોવાથી દારૂડીયા એક વૃધ્ધે ટપારી ઠપકો દેધી હતો. આથી ઉશ્કેરાયેલા શક્તિ ચૌહાણ વૃધ્ધને માર માર્યો હતો.વૃધ્ધને માર મારતા નશો કરેલા શક્તિ ચૌહાણને ટોળાએ ઢીબી નાખ્યો હતો. ટોળામાં સામેલ ત્રણ યુવતીએ પણ માર મારી પોલીસ હવાલે કર્યો હતો. એ ડિવિઝન પોલીસે શક્તિ ચૌહાણ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરી હતી.