Abtak Media Google News

પ્લોટના પૈસાના મુદ્દે ચાલતી માથાકૂટનો ખાર રાખી ત્રણ શખ્સોએ માર માર્યો 

શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક એક પ્લોટની રૂપિયા લેતીદેતી મામલે યુવાન પર કાતર વડે હુમલો કરવાની ઘટના સામે આવી છે. જેમાં નવલનગરના યુવાનને ઇજા થતા તેને યુવાનને માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હુમલો કરનાર શખ્સો પૈકી એક શખ્સ એક સમયના રાજકોટના કુખ્યાત ગણાતા પેંડા ગેંગનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા સર્કલ નજીક આવેલ બિલ્ડીંગ પાસે એક પ્લોટની રૂપિયા લેતી દેતી મામલે ત્રણ શખ્સો દ્વારા કાતર વડે હુમલો કરી જસ્મીન માઢક નામના 44 વર્ષીય યુવાનને ઇજા પહોંચાડવામાં આવી હતી. જેમાં હુમલો કરવામાં મુકેશ રાઠોડ તેમજ એક સમયના કુખ્યાત ગણાતા શક્તિ ઉર્ફે પેંડા ગેંગના સાગરીત પ્રતાપ પરમાર સહીત એક શખ્સ હોવાનું સામે આવ્યું હતું.બનાવની જાણ માલવિયા પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો.અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે પ્લોટના પૈસાની લેતીદેતી મામલે યુવાન પર હુમલો કરવામાં આવ્યો છે.

જેથી જસ્મીનભાઈની ફરિયાદ પરથી પોલીસે મુકેશ રાઠોડ , પ્રતાપ પરમાર અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.ઉલ્લેખનીય છે કે આરોપી પ્રતાપ પરમાર તાજેતરમાં જ કલમ 307 ના ગુનામાં જેલમાંથી છૂટી બહાર આવ્યો છે ત્યારે આજે કાતર વડે હુમલો કરી યુવાનને ઇજા પહોંચી નાસી છૂટ્યો છે. આ સાથે આરોપીઓ નાના મવા નજીકના આ પ્લોટ ખાતે ગાંજો પીવા માટે પણ આવતા હતા અને તે માટે મનાઈ કરતા આરોપીઓએ યુવક પર હુમલો કર્યો હોવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.