Abtak Media Google News

ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક સ્તરે તંગદિલી વધવાની શકયતા: ત્રણેય ધર્મના લોકો આ સ્થળ પર પોતાના દાવો કરી રહ્યા છે જોકે ટ્રમ્પ સરકારે યહુદીઓની તરફેણમાં નિર્ણય લેતા વિવાદ વકર્યો

ઈઝરાયલનાં કેપિટલ તરીકે જેરૂસલેમને સ્વીકારવા આરબ યુરોપ અને યુએનો નનૈયો ભણી દીધો છે. આવતીકાલે યુએન સિકયુરીટી કાઉન્સીલની મહત્વની બેઠક છે.

ઈઝરાયલના કેપિટલ તરીકે જેરૂસલમને રાખવા યુએસની ભલામણ સામે આરબ દેશો, યુરોપ દેશો અને યુએન ઝૂકે તેમ નથી.

યુરોપ દેશોમાં બ્રિટન, ફ્રાંસ, યુક્રેન, ટયૂનિશિયા, ટર્કી, ડેન્માર્ક, જર્મની, સ્વિસ વિગેરે તમામ દેશો નથી. ઈચ્છતા કે ઈઝરાયલનું કેપિટલ જે‚સલમ બને. સૌથી વધારે વિરોધ જર્મનીનો છે. રશિયા પણ વિરોધ પક્ષમાં જઈને બેઠું છે.

હવે આવતીકાલે યુએન સીકયુરીટી કાઉન્સિલની મળનારી મહત્વની બેઠકમાં જોવાનું રહે છે કે ઈઝરાયલના કેપિટલ તરીકે જેરૂસલેમને ઘોષિત કરવા સામે શું ચર્ચા વિચારણા થાય છે?

ટ્રમ્પના નિર્ણયથી વૈશ્વિક સ્તરે તંગદિલી વધવાની શકયતા છે. યહુદી ખ્રિસ્તી ઈસ્લામના ધાર્મિક સ્થળ જે‚સલેમને ટ્રમ્પ ઈઝરાયલની રાજધાની જાહેર કરે તેમ છે હવે ત્રણેય ધર્મના લોકો આ સ્થળ પર પોતાના દાવા કરી રહ્યા છે. જો કે ટ્રમ્પ સરકારે યહુદીઓની તરફેણમાં નિર્ણય લેતા વિવાદ વકર્યો છે.

ટ્રમ્પના નિર્ણયથી ત્રણેય ધર્મના લોકો વચ્ચે વિખવાદ થઈ શકે તેવી ચેતવણી ચીન તર્કી અને અન્ય અરબ દેશોએ પણ આપી છે. જે‚સલમ વર્ષોથી વિવાદમાં રહ્યું છે. આ સ્થળ પર ઈસ્લામ, ખ્રિસ્તી, યહુદી ત્રણેય પોતાના પૂરાવાઓ સાથે દાવા કરી રહ્યું છે.

અમેરિકાના પગલાથી જેરૂસલેમ પ્રાંતમાં હાલ જે તંગદીલીનો માહોલ છે. તેમાં પણ વધારો થઈ જશે અને આંતરિક કોમવાદ પણ વકરી શકે છે. અહી યહુદીઓની વસતી વધુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.