Abtak Media Google News
  • રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ સામેલ છે.
  • ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા રાહુલ કાસવાનને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર ચુરુમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

National News : કોંગ્રેસે આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મંગળવારે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં કોંગ્રેસે આસામ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઉત્તરાખંડ અને દમણ અને દીવમાં તેના લોકસભા ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી દીધી છે. જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથનું નામ સામેલ છે.

Advertisement

ઉમેદવારોના નામની જાહેરાત

પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ઉમેદવારોના નામની જાહેરાત કરી. વૈભવ ગેહલોતને રાજસ્થાનની જાલોર લોકસભા સીટથી અને નકુલ નાથને મધ્યપ્રદેશની છિંદવાડા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા રાહુલ કાસવાનને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર ચુરુમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બીજી યાદીમાં કોને કોને સ્થાન મળ્યું

કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીમાં સામાન્ય વર્ગના 10 ઉમેદવારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના 33 ઉમેદવારોનો સમાવેશ થાય છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ સોમવારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે 60 થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી, જેમાંથી લગભગ 43 ઉમેદવારોને મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસે ગત શુક્રવારે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સૌથી મોખરે નામ હતું. તેમને ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના અને 24 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના હતા.

કોંગ્રેસે બીજી યાદીમાં 43 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતના 7 નામ કરાયા જાહેર

કચ્છથી નિતેષ લાલન

બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર

અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા

અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા

પોરબંદરથી લલિત વસોયા

બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરી

વલસાડથી અનંત પટેલ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.