- એશિયાનો એક સમયનો પ્રથમ ગણાતો
- ઘડિયાળ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાવ બંધ ન કરતા સપ્તાહમાં બે દિવસ રજા
- જીએસટીનો સ્લેબ ઘટાડી ઉદ્યોગને પ્રાણવાયુ આપવા સરકારને ગુહાર
મોરબીમાં હાલ ઘડિયાળ ઉદ્યોગ મરણ પથારીએ છે તેવું કહેવામાં જરાય અતિશયોક્તિભર્યું નથી. દેશની આઝાદી પૂર્વથી મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગના પાયા નખાયા હતા, મોરબીનુ સૌ પ્રથમ સાયન્ટિફિક ક્લોક ફેક્ટરી મોરબીમાં શરૂ થઇ હતી ત્યારે સમગ્ર વિશ્વના ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ડંકો વાગી રહ્યો હતો. ત્યારબાદ અજંતા ગ્રુપ ઘડિયાળ ઉદ્યોગમાં આવતા સમગ્ર એશીયાના ઘડિયાળ ઉદ્યોગમાં મોરબીનો ઘડિયાળ મેન્યુફેકચરિંગમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો, ત્યારે આ મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ મંદીના અજગરી ભરડામાં આવી ગયું છે. ત્યારે મોરબી ઘડિયાળ મેન્યુફેકચરિંગ કરતા ઉદ્યોગપતિઓ દ્વારા સરકારશ્રી ને વિનંતી કરવામાં આવી છે કે જીએસટીનો સ્લેબ 18% છે તે ઘટાડીને 12% કરી મોરબી ઘડિયાળ ઉદ્યોગને જીવતદાન આપવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું.
વધુમાં હાલ મોરબી ઘડિયાળ બનાવતા યુનિટોમાં કામ કરતા હજ્જારો કર્મચારીઓને આમ જોઈએ તો બહુ જુના કર્મચારીઓ છે અને તેઓને રોજગારી પુરી પડે તેમજ ઘડિયાળ મેન્યુફેકચરિંગ યુનિટો સાવ બંધ ન કરી સપ્તાહમાં બે દિવસ રજા રાખી ઉદ્યોગ ટકાવી રાખવા ઝઝૂમે છે.
ઘડિયાળ ઉદ્યોગમાં 12%ના સ્લેબમાં લાવવા સરકારને રજૂઆત: શશાંક દંગી
મોરબી ઘડિયાળ એસોસિએશન ના શશાંક દંગીએ જણાવ્યું હતું કે મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ છેલ્લા બે-ત્રણ વર્ષમાં મંદીમાં ચાલે છે. જેમાં જોઈએ તો સિઝનનો ગલી ઘટી રહ્યો છે અને મંદીનો ગાળો વધી રહ્યો છે, હાલ લગ્નગાળાની સીઝન પુરી થવા ઉપર હોય ત્યારે જે રીતે ઘડિયાળની ડિમાન્ડ હોવી જોઈએ તે નથી, જીએસટી જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી ઘડિયાળ ઉદ્યોગમાં 18%જીએસટી લગાવેલ છે જે 12%ના સ્લેબમાં લાવવા સરકારમાં અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે, કારણકે ઘડિયાળ ઉદ્યોગમાં આશરે 90% નાના મેન્યુફેક્ચરો છે. ગુજરાતમાં તેમાંય મોરબીની વાત કરીયે તો ઘડિયાળ ઉદ્યોગમાં સૌથી વધારે મહિલાઓને રોજગારી પુરી પાડતો ઉદ્યોગ છે.
મેટ્રો સિટીમાં ઘડિયાળ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ વ્યાપ વધ્યો એટલે થોડુંક ટકવું મુશ્કેલ: ઘડિયાળ ઉદ્યોગકારો ભરતભાઈ રાચ્છ
હાલ મોરબી સિવાય દેશના અલગ અલગ મેટ્રો સિટીમાં ઘડિયાળ મેન્યુફેકચરિંગ ઉદ્યોગ વ્યાપ વધી ગયો છે ત્યારે જીએસટી યુનીવર્ષણ હોય તો મોરબીથી દશના અલગ અલગ રાજ્યોમાં માલ મોકલવા પ્રોડક્ટ સેફટી કોસ્ટ 10% જેટલી વધી જાય ત્યારે હરીફાઈમાં ટકવું મોરબીના ઘડિયાળ ઉદ્યોગકારો માટે મુશ્કેલ લાગતું જાય છે.
મોરબીમાં પણ નાના નાના ઘણા ઘડિયાળ ઉદ્યોગનું પ્રમાણ વધ્યું છે તેની સામે મોરબી ઉદ્યોગમાં સ્પર્ધાનું પ્રમાણ વધી ગયું છે