Abtak Media Google News

સાયબર સેલ તપાસ કરીને કોઇ કાર્યવાહી કરે તે પહેલા તો ચૂંટણી પણ પૂરી થઇ  ગઇ

ચુંટણી દરમિયાન સાયબર સેલની મજબૂરીનો રાજકીય પક્ષોએ સોશિયલ મીડીયામાં બેફામ દુરુપયોગ કર્યો છે. ચુંટણી પૂર્વે પ્રચારના સમયગાળા દરમિયાન અમુક રાજકીય પક્ષોએ સોશિયલ મીડીયા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ  તેમજ દાવા-પ્રતિદાવા કર્યા. હવે સાયબર સેલમાં ફરીયાદ થાય ને તપાસ થાય તેમજ પગલાં લેવાની કાર્યવાહી શરુ થાય ત્યાં તો ચૂંટણી પણ પૂરી થઇ ગઇ.

Advertisement

આમ, રાજકીય પક્ષો આ જાણતા હોવાથી તેમણે સાયબર સેલની મજબૂરી નો સોશ્યલ મીડીયામાં બેફામ દુરુપયોગ કર્યો છે. અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, હજુ આપણે ત્યાં સાયબર સેલની સીસ્ટમ એટલી તેજ કે ગતિશીલ નથી તેથી તેઓ કોઇ કાર્યવાહી કરે ત્યાં તો ચુંટણી પૂરી થઇ ગઇ.

એક સીનીયર અધિકારીના જણાવ્યા મુજબ ચુંટણી પ્રચારના સમયગાળા દરમિયાન સોશિયલ મીડીયા પર કેટલાક ફેક ન્યુઝ વાયરલ થયા હતા. અહીં આ બારામાં ચાર ફરીયાદો સાયબર સેલમાં નોંધાઇ હતી. એક ફરીયાદ તો ફેક એકિઝટ પોલ અંગેની છે તેની સામે સેકશન ૧૮૮ હેઠળ ફરીયાદ નોંધાઇ છે.

તેમણે આગળ કહ્યું હતું કે અમારી પાસે આ ચાર ફરીયાદો અલગ અલગ તારીખે નોંધાઇ હતી. રપ નવેમ્બર, ૨૬ નવેમ્બર, ૧૧ ડીસેમ્બર, ૧૩ ડીસેમ્બરની ફરીયાદો છે. હવે ૧૪ ડીસેમ્બરે તો પ્રથમ તબકકાની ચુંટણી હતી. ટૂંકાગાળામાં તપાસ કરીને પગલા લેવા તે એક કામ છે. આમ, રાજકીય પક્ષોએ સાયબર સેલની મજબૂરી નો ગેરલાભ લીધો છે.

સાયબર સેલમાં પ્રથમ ફરીયાદ કોંગ્રેસના ઉમેદવારે નોંધાવી હતી. ટુંકમાં અમુક રાજકીય પક્ષોએ સાયબર સેલ ની મજબૂરીનો સારો એવો ગેરઉપયોગ કર્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.