Abtak Media Google News

અગાઉ ભારતયાત્રા બે વખત મોકૂફ રહ્યા બાદ બાંગ્લાદેશના વડાપ્રધાન એપ્રિલમાં બનશે મહેમાન

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના એપ્રિલ માસના પ્રથમ અઠવાડીયામાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીને કારણે શેખ હસીનાની ભારતયાત્રા અગાઉ બે વખત મોકૂફ રાખવામાં આવી હતી કેમકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર અભિયાનમાં વ્યસ્ત હતા.

અગાઉ શેખ હસીના ડીસેમ્બર ૨૦૧૬ અને ત્યારબાદ ફેબ્રુઆરી ૨૦૧૭માં ભારતની રાજદ્વારી યાત્રાએ આવવાના હતા પરંતુ આગળ લખ્યું તેમ બંને વખત ભારતયાત્રા મોકૂફ રહી હતી.

હવે એપ્રિલના પ્રથમ અઠવાડીયામાં તેમની ભારત યાત્રા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત અને બાંગ્લાદેશના સંબંધો સારા અને સુદ્દઢ છે ખાસ કરીને મોદી સરકાર શેખ હસીના સરકારના સ્ટ્રોંગ સપોર્ટર છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોને આ વખતે હજુ વધુ ઉંચાઈ એટલે કે નેકસ્ટ લેવલ સુધી લઈ જવામાં આવશે. આ માટે બંને દેશ ઉત્સુક છે. ભારત બાંગ્લા વચ્ચે નવી દિલ્હી ખાતે સંખ્યાબંધ દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર થઈ શકે છે.

શેખ હસીના અજમેર શરીફ જશે

બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત યાત્રા દરમિયાન તેમના વ્યસ્ત શિડયૂલમાંથી સમય કાઢીને ખાસ રાજસ્થાન સ્થિત અજમેર શરીફની દરગાહ ખાતે જશે.

કયા કયા મુદે કરાર થશે?  * જલ પરીયોજના * બોર્ડર મેનેજમેન્ટ * ટ્રેડ એન્ડ કોમર્સ * પાવર * એનર્જી * શિપિંગ * રેલવે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.