Abtak Media Google News

મોદીને ૨૦૧૪ લોકસભામાં મળેલી અભૂતપૂર્વ જીત માત્ર લોકોએ લાગણીમાં વહીને લીધેલો નિર્ણય ન હોવાનું પાંચ રાજયોના વિધાનસભાના પરિણામો કહી જાય છે: અમેરિકાના રાજકીય નિષ્ણાંતો

ભાજપને ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભામાં મળેલી અભૂતપૂર્વ જીત બાદ હવે વડાપ્રધાન મોદી ૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે પણ ફેવરીટ હોવાનો અમેરિકાના નિષ્ણાંતોનો મત છે. ૨૦૧૯ની સામાન્ય ચૂંટણી પણ ભાજપ તરફી રહેશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે.

૨૦૧૪ લોકસભામાં ભાજપને મળેલી સફળતા માત્ર લોકોનો કોંગ્રેસ તરફી ગુસ્સો જ ન હતો તેવું પાંચ રાજયોની વિધાનસભાના પરિણામો કહી જાય છે. લોકો ભાજપના વિકાસના મુદ્દાને મત આપતા હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. વડાપ્રધાન મોદી વર્ષ ૨૦૧૯ બાદ પણ ભારતનું નેતૃત્વ કરશે તેવું અમેરિકાના એકસ્પર્ટનું કહેવું છે.

જયોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીમાં પોલીટીકલ સાયન્સ અને આંતરરાષ્ટ્રીય બાબતોના આસિસ્ટન્ટ પ્રોફેસર એડમ જીયાગફિલ્ડ આ મામલે જણાવે છે કે, વિધાનસભાના પરિણામોમાં અગાઉી ખાસ કશુ બદલાયું હોવાનું લાગતુ ની. ઉત્તરપ્રદેશની ચૂંટણીના પરિણામો બતાવે છે કે, ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીના પરિણામો લોકોની સમજ આધારીત હતા. તેમણે વધુમાં ઉમેર્યું છે કે, આ ભાજપ માટે બહોળી જીત ગણી શકાય. ભાજપના ઉમેદવાર બસપા અને સપાના અગાઉના વિજેતા ઉમેદવાર કરતા મોટી બહુમતિી જીત્યા છે.

આ ચૂંટણીના પરિણામો પરી મોદી ૨૦૧૯ની ચૂંટણી માટે પણ કલીયર અને ફેવરીટ વિનર હોવાનું જણાય આવે છે તેવું અમેરિકાની એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટયુટના પ્રોફેસર સદાનંદ ધુમેનું માનવું છે. અન્ય એક નિષ્ણાંત ઈરફાન નુરુદ્દીન પણ મોદી જ ૨૦૧૯ની ચૂંટણીમાં ફેવરીટ હશે તેવું અનુભવી રહ્યાં છે. ભાજપ સંયમી એક પછી એક રાજય જીતી રહ્યું છે. જયારે વિરોધ પક્ષ આવું કરવામાં નિષ્ફળ રહ્યું છે જેના પરિણામે મોદી ફરી વખત દેશનું નેતૃત્વ કરશે. નોટબંધી પણ મોદીની સફળતા પાછળ કારણભૂત છે. પોલીસી ઘડતરની નિષ્ફળતા બાદ લોકોને યેલી હાલાકી છતાં પણ લોકોએ મોદીને મત આપ્યા છે. મોદીએ લોકોના દિલ જીત્યા હોવાનું અમેરિકાના નિષ્ણાંતોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.