Abtak Media Google News

૧૦,૦૦૦ મદદથી જળ પરિવહન સમૃધ્ધ બનાવવા કેન્દ્રની કદાવર યોજના

૪ લાખ તળાવ, ૨ હજાર નદીઓ અને ૨૦૦ જેટલા નાના બંદરોથી જળ પરિવહનનું માળખુ વિકસાવાશે

દરિયાઈ અને આંતરિક જળમાર્ગો પર પરિવહન દેશમાં માળખાગત સુવિધા અને  અર્થતંત્રને અઢળક ફાયદો કરાવશે

માર્ગ અને પરિવહન ક્ષેત્રે દેશમાં વિકાસના દ્વાર ખુલી રહ્યાં છે. રોડ, રેલ કે હવાઈ માર્ગનો પારંપારીક ઉપયોગ નવા રૂપરંગ ધારણ કરી ર્હયો છે. જેની સાથો સાથ લોકોને પરિવહન ક્ષેત્રે અપેક્ષાઓ વધી રહી છે. જેને પૂર્ણ કરવા પારંપારીક વિકલ્પો પુરતા નથી.

હવે અન્ય દેશોની જેમ જળમાર્ગનો પણ સંપૂર્ણ ઉપયોગ કરવો જ‚રી બની ગયો છે. હવાઈ, જળ અને માર્ગ પરિવહનને જોડવા સક્ષમ પારંપારિક વિકલ્પોની જગ્યા લઈ શકે છે.

વિશાળ દરિયાઈ પટ્ટી ધરાવતા ભારત જેવા દેશમાં મહત્તમ ઉપયોગ અતિ આવશ્યક છે. માટે મહત્વતા સમજવામાં સરકાર જાગી તો છે.

હાલ ૧૦,૦૦૦ સી પ્લેનની મદદથી જળ પરિવહન સમૃધ્ધ બનાવવા કેન્દ્ર કદાવર યોજના તૈયાર કરી રહી છે.

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે, સમુદ્રી ક્રુઝના ‚પમાં તરતા શહેરો અને રાજમાર્ગો તેમજ ઈલેકટ્રીક વાહનો ભવિષ્યના ભારતનું નિર્માણ કરશે.

ભારતમાં ૪ લાખ જેટલા તળાવ છે. બહોળી સંખ્યામાં ડેમ છે અને નદીઓ ઉપર ૨૦૦૦થી વધુ બંદરો છે.

આ ઉપરાંત ૨૦૦ નાના બંદરગાહ અને ૧૨ મસમોટા બંદરગાહ છે. આ તમામનો ઉપયોગ પરિવહન માટે થઈ શકે છે. જેના પરિણામે પરિવહનના ખર્ચમાં ધરખમ વધારો થશે. તેવી અપેક્ષા સરકાર સેવી રહી છે.

સૌરાષ્ટ્ર જેવા વિશાળ દરિયાકાંઠા ધરાવતા પંથકમાં વધુમાં વધુ ઉપયોગ થવો જરૂરી છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે માધ્યમથી વિકાસ સરળ બની શકે તેમ છે. સૌરાષ્ટ્રના હવાઈ મથકો સંપૂર્ણ વિકસીત નથી.

ઉપરાંત બંદરોનો વિકાસ પણ પુરેપુરો થયો છે તેવુ કહી શકાય નહીં માટે સી પ્લેન આ ક્ષેત્રે અગત્યનો ભાગ ભજવી શકે છે.

દેશમાં પરિવહન અર્થતંત્રનો મહત્વનો ભાગ બની ગયો છે. ૧૯૯૦ના આર્થિક ઉદારીકરણ બાદ દેશમાં માળખાકીય સુવિધાઓ ખૂબ ઝડપથક્ષ વિકસી છે. અલબત પૂરતા પ્રમાણમાં સાધનોનો ઉપયાગે થઈ શકયો નથી.

ખાસ જોઈએ તો જલ પરિવહનનો દેશમાં ઉપયોગ નહિવત કક્ષામાં થયો છે.

ભારતને વિશાળ દરિયાકિનારો તો મળે જ છે.

તે ઉપરાંત આંતરીક જળમાર્ગોનું પ્રમાણ પણ વધ્યું છે.

જો કે હજુ આ ક્ષેત્રે ઘણુ કામ કરવાનું બાકી છે.દેશમા લગભગ ૧૪૫૦૦ કિ.મી. લંબાઈના આંતરીક જળમાર્ગો ઉપયોગી થઈ શકે છે. તેમાં મોટી નદીઓ, નહેરો, ખાડી, ભરતી જળ વગેરેનો સમાવેશ થાય છે.

લગભગ ૨૦૦૦ કી.મી. લંબાઈના નદી માર્ગો ઉપર મશીન બોટ ચલાવવા ઉપયોગી છે.

આ લંબાઈમાં વધારાની શકયતા છે.

રાષ્ટ્રીય જળ માર્ગોનાં વિકાસ સાચવણી અને નિયમન માટે ૧૯૮૬માં ઈનલેન્ડ વોટર વેઝ ઓથોરીટીની સ્થાપના કરવામાં આવી હતી.

દરિયામાં અને આંતરક્ષેત્રીય એટલે કે આંતરીક જળમાર્ગોમાં પરિવહન માટે બંદરો અને જેટીના વિકાસની આવશ્યકતા રહે છે.

નાના તેમજ મોટા બંદરોનો વિકાસ, જળમાર્ગોથી થતા પરિવહનને સમૃધ્ધ બનાવી શકે છે. જળમાર્ગોનો ઉપયોગ માત્ર તરતા વહાણોથી નહી પરંતુ ઉડતા પણ થઈ શકે છે.

આંતરીક જળમાર્ગોના માધ્યમથી વધુને વધુ ઉપયોગ થઈ શકે તે માટે સરકાર પોલીસે ઘડતરનું વિચારી રહી છે.

જળ માર્ગો પર વહાણનો ઉપયોગ થોડો ધીમો છ.

જયારે તેના માધ્યમથી ઉપયોગ પરિવહન ઝડપી બનાવે છે. હાલની પરિસ્થિતિ જોઈએ તો ઉપયોગ માટે દેશમાં વિપુલ તકો છે.

ભારતમાં આજે ચાર લાખ જેટલા તળાવ અનેક ડેમ, બે હજાર નદીઓ પરના બંદરો ૨૦૦ નાના બંદરગાહ અને ૧૨ મોટા બંદરો છે.

સરકાર હાલ આ સુવિધાનો ઉપયોગ કરવા ૧૦ હજાર ઉડાડવાનું વિચાતી રહી છે.

આ પરિવહન માટે આર્થિક બોજ પણ ઓછો રહેશે.

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દેશના વિકાસ માટે તેમજ ઈલેકટ્રીક વાહનોને એન્જીન ગણી રહ્યા છે. કોમર્શિયલ ઉપયોગ કરવા સરકારે તૈયારીઓ શ- કરી છે.

સી.પ્લેનનો ઉપયાગે પરિવહનમાં ક્રાંતી લાવી શકે છે.

વપરાશ સરળ અને સસ્તો થઈ શકે છે.

અલબત આ યોજના માયે યોગ્ય સમયે યોગ્ય પોલીસીની આવશ્યકતા છે.

ફલાઈંગ બોટ, ફલોટ પ્લેન અને એમ્ફીબીએસ એરક્રાફટ શું છે ?

હાલ ફલાઈંગ બોટ, ફલોટ પ્લેન અને એમ્ફીબીએસ એરક્રાફટ જેવા નામો લોકોના મોઢે ચડયા છે. સામાન્ય લોકો આ તમામ જહાજોને એક સરખા જ માને છે. આમ માનવામાં વધુ નુકસાન નથી ! પણ તેનો પરિચય લેવો સારો છે. એવુ એરક્રાફટ છે જે પાણી પરથી હવામાં ઉડી શકે છે અને પાણીમાં ઉતરી પણ શકે છે. મોટા તળાવ, નદી કે દરિયાના પાણી પરથી ઉડાન ભરી શકતું ફિકસડ વિન એરક્રાફટ છે. પાણીમાં ખપ પુરતુ તરતુ રહી શકે છે. પાણીમાં દોડીને ઉડાન પણ ભરી શકે છે.

ફલોટ પ્લેનના મુખ્ય બોડીની નીચે બે ફ્લોટ હોય છે. આ બે ફલોટની રચના પ્લેનના મુખ્ય બોડીને પાણીની અધ્ધર રાખે છે. જયારે ફલોટ પ્લેન પાણી પર ઉતરે છે ત્યારે તેના બે ફ્લોટ પાણી પર ગોઠવાય છે.

ફલાઈંગ બોટ એવી બોટ છે જે એરક્રાફટ માફક ઉડે છે જેથી ફલોઈંગ બોટને એરક્રાફટ ગણવામાં આવે છે. જયારે ફલાઈંગ બોટ પાણીમાં ઉતરે છે ત્યારે તેનું મુખ્ય બોડીનું તળીયુ પાણીની સપાટીને સ્પર્શે છે. યુરોપ અને અમેરિકામાં વિવિધ પ્રકારો અને તેમના નામ અંગે ઘણા મતમતાંતર છે. ભારતમાં હાલ આ તમામ જહાજો નામે ઓળખાવા લાગ્યા છે.

માટે તરતી જેટી પણ જરૂરી

કોમર્શિયલ સી. પ્લેન ઓપરેશન કાર્યરત કરવા સરકારને અનેક નિયમોમાં ફેરફારો કરવા પડશે. પરિવહન માટેના નિયમો હળવા કરવા પડશે. નાગરીક ઉડ્ડયન મંત્રાલય સી પ્લેન માટેના નિયમો ઘડશે. પરવડી શકે તેવા રૂટની તપાસ થશે. ટ્રેનીંગ સેન્ટરો સ્થપાશે ઉ૫રાંત સી પ્લેનથી પરીવહન માટે પાણીમાં તરતી જેટી પણ આવશ્યક રહેશે.

ભારતમાં છેક ૧૯૩૦-૪૦ના દાયકામાં પણ ઉડતાતા

ભારત માટે નવું નથી. ગુજરાતમાં કદાચ એમ્ફીબીએસ એરક્રાફટનું આગમન પ્રથમ વખત હોઈ શકે. અમદાવાદમાં સાબરમતી નદીના રિવર ફ્રન્ટ પર અમેરિકાની કંપનીનું સીંગલ એન્જીન અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. જો કે, તદ્દન નવી જ શોધ હોય તેમ કૃતુહલનો વિષય બન્યો છે. કદાચ હાલની પેઢીને જાણ નહીં હોય પરંતુ ગત સદીમાં બીજા વિશ્ર્વ યુદ્ધ સુધીના સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસમાં સી પ્લેન તથા ફલાઈગ બોટનો ડંકો વાગતો હતો. ૧૯૩૦-૪૦ના દાયકામાં ભારતમાં કલકત્તા અને અલ્હાબાદ ખાતે આંતરરાષ્ટ્રીય ઉતરાણ કરતા હતા !

એમ્ફીબીયસ એરક્રાફટ એટલે શું ?

પાણી અને જમીન બન્ને સ્થાનોમાં રહી શકતા દેડકા જેવા ઉભયજીવી પ્રાણીઓને ઈંગ્લીશ ભાષામાં ‘એમ્ફીબીયન’ કહેવામાં આવે છે. એમ્ફીબીયસ એરક્રાફટ એવા છે જે પાણી ઉપરાંત જમીન પરથી પણ હવામાં શકે છે. આમ પાણી અને જમીન બન્ને પરથી હવામાં ચડ-ઉતર કરી શકે તેવા એરક્રાફટને એમ્ફીબીયસ એરક્રાફટ કહેવામાં આવી છે. વડાપ્રધાન મોદી માટે પ્રયોજીત થયેલુ યુ.એસ.એ.નું કવેસ્ટ કોડીયાક-૧૦૦ હકીકતમાં એમ્ફીબીયસ એરક્રાફટ હતું.

ભારત માટે ખૂબ જ અનુકુળ

જમીન અને પાણી બંને પરથી ઉડયન કરી શકે તેવા સીપ્લેન આગામી સમયાં પરિવહન ક્ષેત્રે ભારતનું ભવિષ્ય ઘડશે. સીપ્લેન ભારત માટે ખૂબજ અનુકુળ હોવાનું મનાય છે. સી પ્લેન માટે લાંબા રનવે કે સુવિધાજન્ય એરપોર્ટ આવશ્યક નથી દયિ કે નદી તો ઠીક, ખેતરમાં પણ તે ઉતરી શકે છે. આમ ભારતનાં દરિયાકાંઠાને જોડવા તેમજ આંતરિયાળ દુર્ગમ વિસ્તારોને જોડવા ઉપયોગી બની શકે છે.

માટે જોઈએ છે માત્ર ૩૦૦ મીટર રનવે

ટેકઓ કે ટેક ઓન કરવા માટે ઉંડા પાણીની આવશ્યકતા નથી. તે છીછરા પાણીમાં પણ ટેક ઓફ, ટેક આને કરી શકે છે. સી પ્લેન ૪૦૦ કીમીની ઝડપે ઉડી શકે છે. ઉપરાંત તેને માત્ર ૩૦૦ મીટરનાં રનવેની જ જરૂરીયાત રહે છે.

૧૬ લાખ કરોડની સાગરમાલા યોજનાની તકદીર અને તસવીર બદલાશે

ક્રુઝ, જળ માર્ગ, ઈલેકટ્રીક વાહન અને એકસ્પ્રેસ સહિતના સાધનોના કારણે કેન્દ્રની ૧૬ લાખ કરોડની સાગરમાલા પરિયોજનાની તકદીર અને તસવીર બદલાય જશે. સરકાર ૨૦૧૮ની શરૂઆતથી જ આ યોજનાને વધુને વધુ અમલમાં મૂકવા માટે પગલા લઈ રહી છે.

૫૦ લાખ યુવાનોને મળશે રોજગારી

દેશના પરિવહન ક્ષેત્રને ઈલેકટ્રીક, ઈથેનોલ મિથેનોલ, બાયોડિઝલ અને બાયો સીએનજી સહિતના ઈંધણથી બદલાશે. આ તમામ ક્ષેત્રમાં ૧૦૦૦ નવા ઉદ્યોગો શરૂ થશે અને ૫૦ લાખ યુવાનોને રોજગારી મળશે. ક્રુઝના વિકાસ માટે સરકારે ખાસ રણનીતિ ઘડીકાઢી છે. ક્રુઝની સંખ્યા ૯૫૦થી વધુ ક્રવા સરકારની તૈયારી છે. ભારતથી ક્રુઝ સિંગાપુર, ફિલીપાઈન્સ અને થાઈલેન્ડ સુધી જઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.