Abtak Media Google News

ટિમ ઈન્ડિયાના તોફાની બલ્લેબાજ યુસુફ પઠાણ પર બીસીસીઆઇએ પાંચ મહિનાનો પ્રતિબંધ મૂકી દીધો છે. ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહેવાના કારણે આજે પાંચ મહિનાનો પૂર્ણપ્રભાવી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જે 14 જાન્યુઆરીએ સમાપ્ત થશે. બીસીસીઆઇએ સ્વીકાર કર્યું કે તેણે અજાણતામાં પ્રતિબંધિત પદાર્થનું સેવન કર્યું છે.

Advertisement

વડોદરા ક્રિકેટ એસોસિએશને પહેલા જ કહી દીધું હતું કે તે રણજી ટ્રોફીમાં પઠાણની પસંદગી ન કરે. બીસીસીઆઇએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું, “પઠાણે અજાણતામાં પ્રતિબંધિત પદાર્થ લીધો હતો જે સામાન્ય રીતે ખાંસીની સિરપમાં આવે છે.” પઠાણે 2008થી 2012 દરમિયાન ભારત માટે 57 વનડે ઈન્ટરનેશનલ અને 22 T20 ઈન્ટરનેશનલ મેચ રમ્યો છે.

તે 2007માં પહેલી T20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો. આ સિવાય 2011માં 50 ઓવરના વર્લ્ડ કપમાં જીતનારી ટીમમાં પઠાણ હતો. તે વડોદરા માટે બે રણજી ટ્રોફી મેચ રમતો હતો. બીસીસીઆઇએ પ્રેસ જાહેરાતમાં કહેવાયું છે, “પઠાણે 16 માર્ચ 2017એ એક સ્થાનિક T20 ટુર્નામેન્ટ દરમિયાન બીસીસીઆઇએ એન્ટી ડોપિંગ ટેસ્ટિંગ પ્રોગ્રામમાં યુરિનનું સેમ્પલ આપ્યું હતું.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.