Abtak Media Google News

પ્રથમ વિશ્વ યુધ્ધને સો વર્ષ પૂરાં થયાં. એ વખતે અંગ્રેજોના શાસન હેઠળ દબાયેલા ભારતને તો વિશ્ર્વયુધ્ધની માત્ર એટલી જ અસર થઇ કે યુધ્ધમાં બ્રિટનને થયેલ નુકશાનનો મોટો હિસ્સો ભારતની ચીજવસ્તુઓ બ્રિટનભેગી કરીને સરભર કરવામાં આવ્યો.

જો કે ખાસ નોંધવા જેવી એક હકિકત પ્રત્યે બહુ ઓછાનું ધ્યાન ગયું છે. બ્રિટીશ સામ્રાજ્ય વતી લડતા ભારતના રાજપૂતાના લશ્કરની જવામર્દી અને વીરતાના વખાણ જર્મનીના પીછેહઠ કરતા લશ્કરે પણ બે મોઢે કર્યા હતા. પ્રથમ વિશ્ર્વ યુધ્ધમાં મિત્ર રાજ્યો સામે અંતે હારેલા જર્મનીની અવદશાના નેગેટિવ સમાચાર વચ્ચે એક સુખદ સમાચાર એ પણ હતાં કે આ વિશ્ર્વયુધ્ધે યહુદીઓને ન્યાય અપાયો-ઇઝરાયેલની સ્થાપના થઇ.

તાજેતરમાં ઇઝરાયેલે ૧૦૦ વર્ષ પૂરાં થવાની યાદગીરીમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી જેમાં ભારતના લશ્કરી રાઠોડ ઘોડેસવાર અને કરણીસેનાના પ્રતિક ચીલને સ્થાન આપ્યું.

આપબળે સતત આગળ વધતા ટચુકડા ઇઝરાયેલે યાદ રાખેલી ભારતના સૈનિકોની જાંફેસાની થકી પણ આપણી સેનાની વિરતા અને શહાદત માટે આપણે વિચારતા થઇશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.