Abtak Media Google News

અનિલ કુંબલેએ અગાઉ આવી જ સહનશકિત દાખવી તી

મર્દ કો દર્દ નહી હોતા… ભારતનો યુવા ક્રિકેટર ઉન્મુકત ચાંદ જડબુ તૂટવા છતા ઉત્કૃષ્ટ રીતે મેદાન પર રમત રમ્યો હતો.

અગાઉ અનિલ કુંબલેએ ૨૦૦૨માં વેસ્ટ ઈન્ડીઝ સામે જડબા પર પટ્ટી બાંધીને સુંદર રમતનું પ્રદર્શન કર્યું હતુ. ઉલ્લેખનીય છે કે ઉન્મુકત અન્ડર ૧૯ વર્લ્ડ કપનો વિનિંગ કેપ્ટન છે. દિલ્હી વતી તેણે ઈજાગ્રસ્ત હોવા ઝછતાં સારો દેખાવ કરીને ઉત્તર પ્રદેશને હરાવ્યું હતુ.

અસલમાં તેને નેટ પ્રેકટીસ વખતે જ મોઢા પર બોલ લાગ્યો હતો. જો કે ચાંદની દાદ દેવી પડે તેને મોઢા પર મરહમપટ્ટી કરીને પણ ઉત્તર પ્રદેશ સામે દિલ્હીની ટીમને જીત અપાવી હતી. તેણે સદી ફટકારી હતી તેને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે તે ટીમ ઈન્ડિયાની કેપ મેળવવા થનગની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.