Abtak Media Google News

એલોન મસ્કે વિશ્ર્વનું સૌથી શકિતશાળી સ્પેસ રોકેટ એકસ લોન્ચ કર્યુ છે. ઐતિહાસિક સિઘ્ધી બાદ હવે તેને વધુ સક્ષમ બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. સ્પેસ એકસના સફળ લોન્ચ બાદ ફેલ્કોન રવી રોકેટ લોન્ચ કરવાની તૈયારી બતાવી રહ્યું છે. જે અન્ય રોકેટ કરતા અનેકગણું શકિતશાળી છે. જે એલિયન્સ દ્વારા લોન્ચ કરાયેલા હેવી રોકેટ ડેલ્ટા ફોર કરતા પણ બમળુ પ્રભાવશાળી છે. જે પ્લેબોડ રોકેટોમાં આગવું સ્થાન મેળવી ચુકયું છે. સ્પેસ એકસ દ્વારા તેમણે ઇલેકટ્રીક કારને પણ અંતરિક્ષમાં તરતી કરી છે. અને સ્પેસ એકસની તાકાત દર્શાવી છે.

સ્પેસ એકસ ૫૮૭ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જે તેના અન્ય લોન્ચ કરતા ત્રણ ગણુ સસ્તું છે. સ્પેસ એકસના નિર્માણ માટે અઢળક મહેનત અને ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે ખાનગી કંપની સ્પેસ એકસે કોર્મશિયલ માર્કેટમાં ઘુમ મચાવી દીધી છે.

ગત વર્ષે સ્પેસ એકસે જણાવ્યું હતું કે ચંદ્રની પરીક્રમા ભોટ અને ર પેસેન્જરોના કોન્ટ્રાકટ સાઇન કર્યા છે. અમે કંઇક એવું કરવા જઇ રહ્યા છીએ જે ૧૯૭૨ બાદ નાસાએ પણ કયુૃ નથી. સ્પેસ ટુરિઝમની આ એક અલગ ઉડાન બનશે નાસા દ્વારા હવે સ્પેસ એકસની ડ્રેગન ર કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવશે.

જે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન માટે કાર્ગો મોકલવામાં મદદરુપ બનશે.

ફેલ્કોન હેવી રોકેટ મંગળ પર કોલોની બનાવવા માટેની મસ્કની એક પહેલ છે. સ્પેસ એકસ બાદ ૩૫૦ ફુટ ઉંચુ બીએફઆર રોકેટ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જે ૧૯૬૦ અને ૧૯૭૦ મા અવકાશમા મોકલતા અવકાશ યાત્રીઓના નાસાના સેટર્ન ફાઇવ કરતા પણ વધુ તાકતવર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.