Abtak Media Google News

પેલેસ્ટાઈન અને ઈઝરાયેલ વચ્ચેની તંગદીલીમાં શાંતિદૂત બનવા વડાપ્રધાન મોદી અગત્યનો ભાગ ભજવે તેવી શકયતા છે. મોદી આજી પેલેસ્ટાઈન, યુએઈ અને ઓમાનની મુલાકાતે રવાના યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ ગલ્ફ દેશોની વિદેશ યાત્રાએ જવા રવાના ઈ ગયા છે. ૯ી ૧૨ ફેબ્રુઆરી દરમિયાન તેમની વિદેશ યાત્રામાં પહેલાં તેઓ પેલેસ્ટાઈન, ત્યારપછી યુએઈ અને પછી ઓમાન જશે. અહીં વિદેશના નેતાઓ સો ગલ્ફ અને વેસ્ટ એશિયાના વિસ્તારોમાં ભારતના સંબંઘો વિશે પણ વાત-ચીત કરવામાં આવશે. ૨૦૧૫ પછી આ વિસ્તારમાં મોદીની આ ૫મી વિદેશ યાત્રા પહેલાં મોદીએ કહ્યું કે, ગલ્ફ અને વેસ્ટ એશિયા ભારતની પ્રાયોરિટીમાં છે. આ દેશોની સો ભારતના સંબંધોને મજબૂતી મળશે.

ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ૨૦૧૫ પછી મોદી ૫મી વખત ગલ્ફ અને વેસ્ટ એશિયાના દેશોની મુલાકાત માટે જઈ રહ્યા છે. મોદી ૪ દિવસમાં ૩ નેતાઓની મુલાકાત કરશે. મુલાકાત પહેલાં મોદીએ ફેસબુક પોસ્ટમાં કહ્યું છે કે, આ વિસ્તારો ભારતની પ્રાયોરિટીમાં છે. અમે તેમની સો મજબૂત સંબંધો રાખવા માગીએ છીએ.

મોદીએ કહ્યું પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન પેલેસ્ટાઈનની મુલાકાતે જઈ રહ્યા છે. આ દરમિયાન પેલેસ્ટાઈનના વિકાસમાં ભારત કેવી રીતે સહયોગ કરી શકે છે તે વિશે ચર્ચા કરવામાં આવશે. આ ચર્ચા માટે તેઓ પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહેમૂદ અબ્બાસ સો ચર્ચા કરવા માટે ઉત્સાહિ છે.

નરેન્દ્ર મોદી ૧૦ ફેબ્રુઆરીએ પેલેસ્ટાઈનની યાત્રા શરૂ કરશે. આ પહેલાં તેઓ ૯ ફેબ્રુઆરીએ જોર્ડનના કિંગ અબ્દુલ્લાહ-૨ સો મુલાકાત કરશે. ત્યારપછી ૧૦ અને ૧૧ તારીખે મોદી યુએઈની મુલાકાત કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.